નકલી અધિકારી બાદ નકલી ટોલનાકાનું કૌભાંડ…રાજ્યમાંથી વધુ એક નકલી ટોલનાકું ભુજ-નલિયા હાઇવે પર ઝડપાયું

Bhuj Bogus Tolanaka: ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટી નીકળ્યો છે.કારણકે અગાઉ એક નકલી ટોલનાકું(Bhuj Bogus Tolanaka) ઝડપાયું હતું ત્યારે આજે ફરી એકવાર નકલી ટોલનાકું ઝડપાયું…

Bhuj Bogus Tolanaka: ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટી નીકળ્યો છે.કારણકે અગાઉ એક નકલી ટોલનાકું(Bhuj Bogus Tolanaka) ઝડપાયું હતું ત્યારે આજે ફરી એકવાર નકલી ટોલનાકું ઝડપાયું હોવાનું સામે આવ્યું છે.કચ્છના ભુજ-નલિયા રોડ પર આવેલા ટોલનાકાની નજીક એક ખાનગી જમીન પર ખાનગી રોડ બનાવી દેવાયો છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર નકલી ટોલ પ્લાઝાની રમત રાજકીય નેતાઓના ઈશારે ચાલી રહી છે. ભુજ-નલિયા હાઇવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે.અહીં કેટલાક લોકો અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા. જે લોકો ત્યાંથી પસાર થતા વાહનચાલકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવા માટે કહેતા હતા. આવી જ રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે.

અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા
ભુજ -નલિયા હાઈવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને અહીંથી પવન ચક્કીની મોટી ટ્રકો, નિમકના ટ્રકો સહિતનો ઘણો વાહનવ્યવહાર આ રોડ પરથી પસાર થાય છે. મળતી માહિતી મુજબ, કેટલાક લોકો અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા, આ લોકો ત્યાંથી પસાર થતા લોકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવા માટે કહેતા હતા.

સરકારી તિજોરીને કરોડોનું નુકસાન
સુત્રોના જણાવ્યા મુજબ ટોલનાકા પાસે કેટલાક લોકો દ્વારા પૈસા લઈને બનાવેલ રોડ પરથી રાત્રે ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મોટા વાહનોના ચાલકોએ નિર્ધારિત ટોલ ટેક્સ ભરવો પડતો નથી. આ માટે નકલી ટોલ પ્લાઝાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બીજો રસ્તો બનાવવામાં આવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વાહનો પસાર કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવા પર આ ટેક્સને કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ બાબત આજ સુધી કોઈના ધ્યાને કેમ નથી આવી? જે લોકો નકલી ટોલ પ્લાઝા ચલાવી રહ્યા છે તેઓ લાખો રૂપિયાની ઉચાપત કરી રહ્યા છે. હવે આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

મોરબીમાં પણ પકડાયું હતું નકલી ટોલનાકુ
અગાઉ ગુજરાતમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં વાંકાનેર-મોરબી હાઇવે પર નકલી ટોલ પોઇન્ટ પકડાયો હતો. પોલીસે પણ સરકારની સૂચનાથી આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરી હતી. આ ભ્રષ્ટાચારમાં પાટીદાર સમાજના એક આગેવાનની સંડોવણી હોવાના કારણે તેમને તેમના પદ પરથી હટાવવાની પણ માંગ કરવામાં આવી હતી.