ગુજરાત(Gujarat): રાજ્યમાં દિવાળી(Diwali)માં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર(Government of Gujarat) દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેને અંતર્ગત રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જ ફટકાડા ફોડી શકાશે. સપ્રિમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાને લઈને ભુપેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું(Declaration) બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી દરેકે લોકોએ રાતે 8 વાગ્યાથી 10 વાગ્યાના સમયગાળામાં જ ફટાકડા ફોડી શકશે.
ગ્રીન ફટાકડા ફોડવા માટે આપી મંજૂરી:
ગ્રીન ફટાકડા તેમજ માન્યતા પ્રાપ્ત કરેલ ફટાકડા ફોડવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ ક્રિસમસ અને નૂતન વર્ષમાં રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.
સુપ્રીમ કોર્ટ ગુરૂવારના રોજ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ફટાકડાં ફોડવા બાબતે તેના દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ એ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી લેવામાં આવ્યો પરંતુ આનંદની આડમાં નાગરિકોના અધિકારોનુ ઉલ્લંઘન થાય તેની અમે મંજૂરી આપી શકીએ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ફટાકડાંના સંપૂર્ણ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે લાઇસન્સ ધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે અને ફકત ગ્રીન ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. એટલું જ નહીં પરંતુ સર્વોચ્ચ અદાલત દ્વારા તો ફટાકડાના ઓનલાઇન વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.