ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવું યુવતીને મોંઘુ પડી ગયું- ભગવાન બની કર્મચારીએ બચાવ્યો મહિલાનો જીવ

મહારાષ્ટ્રના (Maharashtra) ભુસાવલ (Bhusaval) રેલવે સ્ટેશન પર કર્મચારીની તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હકીકતમાં, ભુસાવલ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે એક મહિલા પડી ગઈ હતી. જોકે, આ દરમિયાન ફરજ પર તૈનાત ટિકિટ ચેકિંગ સ્ટાફે તત્પરતા બતાવીને મહિલાને બચાવી લીધી હતી.

મળતી માહિતી મુજબ, ઘટનાનો વીડિયો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે, જેને રેલવેએ ટ્વિટર પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે મહિલાનો જીવ બચાવનાર કર્મચારીની પ્રશંસા કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું અને લખ્યું કે ‘રેલવે કર્મચારીની તત્પરતાને કારણે મહિલા મુસાફરનો જીવ બચી ગયો. ફરજ પરના ટિકિટ ચેકિંગ સ્ટાફે મહારાષ્ટ્રના ભુસાવલ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે એક મહિલાને બચાવી હતી. મહેરબાની કરીને ચાલતી ટ્રેનમાં ચડશો નહીં, તે જીવલેણ બની શકે છે.’

મળેલ માહિતી અનુસાર, મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ મધ્ય રેલવેના 10 કર્મચારીઓને એટલે કે મુંબઈ ડિવિઝનના 2, ભુસાવલ ડિવિઝનના 3, નાગપુર ડિવિઝનના 2, પુણે ડિવિઝનના 2 અને એક કર્મચારીને ‘જનરલ મેનેજર સેફ્ટી એવોર્ડ’ એનાયત કર્યો.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં જૂન 2022 ના મહિના દરમિયાન ફરજની લાઇનમાં તેમની તકેદારી, અપ્રિય ઘટનાઓને રોકવા અને ટ્રેન સંચાલનમાં સલામતી સુનિશ્ચિત કરવામાં તેમના યોગદાન બદલ આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ પુરસ્કારમાં એક ચંદ્રક, પ્રશંસાનું પ્રમાણપત્ર, અનુકરણીય સલામતી કાર્ય માટે પ્રશસ્તિપત્ર અને રૂ. 2000 રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *