સાઇકલ પ્રેમી ઉદ્યોગપતિનું સાઇક્લિંગ દરમિયાન BRTS ટ્રેક પર નડ્યો અકસ્માત, ઘટના સ્થળે જ નીપજ્યું મોત

રાજકોટ(ગુજરાત): હાલમાં જ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મિશન સ્માર્ટ સીટી અંતર્ગત ઇન્ડીયા સાયકલ ફોર ચેલેન્જ હેઠળના ટોપ ઇલેવન શહેરોની યાદી બહાર પડી હતી. તે યાદીમાં રાજકોટ શહેરનું નામ પણ સામેલ થયું હતુ.

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં સાઇકલ ક્લબ એક્ટિવ જોવા મળી રહી છે. જે હેઠળ હાલમાં રાજકોટ શહેરના રાજમાર્ગો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના 8 થી 10 હજાર લોકો સવાર નિયમિત પણે સાયકલ ચલાવે છે. તો બીજી તરફ સાઇકલ ચલાવનાર વ્યક્તિઓને અકસ્માત નડી રહ્યા હોવાના બનાવોમાં સતત વધી રહ્યા છે.

ત્યારે રાજકોટના રાજ કુલિંગ સિસ્ટમના માલિક તેમજ અગ્રણી ઉદ્યોગપતિ એવા વિજય ભાઈ સોરઠીયાને કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હોવાનું નજરે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, દરરોજની જેમ વહેલી સવારે રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ પર વિજય ભાઈ સોરઠીયા સાઇકલિંગ કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ સ્ટર્લીંગ હોસ્પિટલ નજીક આવેલા બીઆરટીએસ ટ્રેકમાં સાઈકલિંગ કરી રહ્યા હતા.

ત્યારબાદ પુરપાટ ઝડપે આવી રહેલી કારે વિજય ભાઈ ને હડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ઘટનાસ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ કાર ચાલક કાર રેઢી મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *