સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસે રેડ પાડીને 34 જુગારીઓની 4.25 લાખની રોકડ સાથે કરી ધડપકડ

સુરત(ગુજરાત): પોલીસે કાપોદ્રા, ડીંડોલી, સલાબતપુરા,અને ઉમરામાં શ્રાવણનો જુગાર રમતા 34 વ્યક્તિની 4.25 લાખની રોકડ સાથે ધડપકડ કરી છે. રત્નકલાકારો જુગાર રમતા ઝડપાતા અનેક સવાલો ઉભા…

સુરત(ગુજરાત): પોલીસે કાપોદ્રા, ડીંડોલી, સલાબતપુરા,અને ઉમરામાં શ્રાવણનો જુગાર રમતા 34 વ્યક્તિની 4.25 લાખની રોકડ સાથે ધડપકડ કરી છે. રત્નકલાકારો જુગાર રમતા ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, દિનબંધુ સોસાયટી માં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં રેડ પાડી હતી. જેમાં 9 વ્યક્તિ ટોકડ અને મોબાઈલ મળી 66120 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પકડાયેલા મોટાભાગના રત્નકલાકાર હતા.

બીજી રેડ ખોડીયાળ નગરમા પાડવામાં આવી હતી. જયાંથી 8 વ્યક્તિ, રોકડ અને મોબાઈલ સાથે મળીને કુલ 1,36,000 રૂપીયાના મુદ્દામાલ સાથે પકડાયા હતા. ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, રવિવારના રોજ રજાની મજામાં મહાદેવ નગરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 7 જણા 66340 ના મુદ્દામાલ સાથે પકડાય ગયા હતા. ઝડપાયેલા તમામ શ્રમજીવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે, માન દરવાજા હડપતિવાસ જુગાર રમતા 7 વ્યક્તિની રોકડ રૂપિયા 17890 સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબની કાર્યવાહી શરુ કરી છે.

ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, અથવા લાયન્સ પાંજરાપોળ સંકુલમાં જુગાર રમતા હોવાની માહિતી પછી પોલોસે સર્ચ કરતા 3 વ્યક્તિ ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને ફોર વહીલ ગાડીઓ મળી કુલ 133,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. એટલું જ નહીં, પણ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી પણ શરુ કરી છે.

પોલીસે કાપોદ્રામાંથી મેહુલભાઇ રમેશભાઇ મહાજન, જયેશભાઇ રમેશભાઇ મહાજન, દીનેશભાઇ મોતીરામભાઇ મહાજન, શૈલેષભાઇ લીંબાભાઇ, કિરણભાઇ કાશીનાથ બડગુર્જર, તારાચંદ બંસીલાલ સોનવણે, રાકેશભાઇ હરીદાસભાઇ પોટ્ટબતી, મનોજભાઇ ધનરાજભાઇ દેઢે, દિપકભાઇ કાશીનાથ બડગુર્જર જુગારીઓની ધડપકડ કરવામાં આવી છે.  આ ઉપરાંત પોલીસે પુણામાંથી મેહુલભાઇ રમેશભાઇ સાવલીયા, મહેન્દ્રભાઇ નનુભાઇ ધોરાજીયા, ભાવેશભાઇ કનુભાઇ વસોયા, મહેશભાઇ મનુભાઇ પાનસેરીયા, અશોકભાઇ ધીરુભાઇ શેલડીયા, અશ્વિનભાઇ ડાહ્યાભાઇ શેરા, ચંદુભાઇ બચુભાઇ ગોહેલ, ભુપતભાઇ કાળુભાઇ માલવીયા જુગારીઓને પકડેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *