સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.
ત્યારે હવે દિવસેને દિવસે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે હવે ગુજરાતની શાળાઓ ખોલવા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતની તમામ શાળાઓમાં શિક્ષણ શરુ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, કોરોના વાયરસના ઘટી રહેલા સંક્રમણને લઈને શાળાઓ શરુ કરવા માટે રાજ્ય સરકાર તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. જયારે જેને જોતા આગામી સમયમાં શાળા કાર્યો શરુ કરવા અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. તો આજે મળેલી કેબીનેટની બેઠકમાં ઓફલાઇન મોડમાં શિક્ષણ કાર્ય શરુ કરવાને અંગે નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે જે અંગે પણ આ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.