ગુજરાત: 11 ઓક્ટોબર એટલે બોલીવુડ (Bollywood) ના એન્ગ્રી યંગમેન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો જન્મદિન (Birthday) હતો. સુરત (Surat) માં રહેતા તેમજ વર્ષોથી અમિતાભ બચ્ચનના ફેન એવા દિનેશ મૂલચંદજી ભાટી (Dinesh Moolchandji Bhati) દર વર્ષે કેક તથા મીઠાઈ વહેંચીને પોતાના મિત્રો તથા પરિવાર સાથે ‘બિગ બી’નો જન્મદિન ઉત્સાહપૂર્વક ઉજવ્યો છે.
હાલમાં કોરોના મહામારીને લીધે તેમણે આ વર્ષ દરમિયાન હવાડિયા ચકલા, નાના અંબાજી મંદિર રોડ પર પોતાની ઓફિસની બિલ્ડીંગમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરીને બિગ બીના 79મા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના સહયોગથી આયોજિત નિઃશુલ્ક રસીકરણ કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રસી મૂકાવી હતી.
અમિતાભના જન્મદિને અલગ રીતે ઉજવ્યો:
અમિતાભના ‘ડાઈ હાર્ડ’ ફેન દિનેશ ભાટી મૂળ રાજસ્થાનના વતની છે તેમજ હાલમાં સુરતમાં જ્વેલરીનો વ્યવસાય કરી રહ્યા છે. ફક્ત આટલું જ નહીં પરંતુ હેર સ્ટાઈલ પણ બિગ બી જેવી જ રાખે છે. બચ્ચનની એકપણ ફિલ્મ જોવાનું ચૂકતા નથી. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમિતાભના ચાહકો સોશિયલ મીડિયામાં મેસેજ શેર કરી, કેક કાપીને તેમના જન્મદિવસની ઉજવણી કરતાં હોય છે.
અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળશે:
દિનેશ ભાટીએ વધુમાં કહ્યું હતું કે, લોકોને ઉપયોગી થઈ શકાય. આની ઉપરાંત સેવાનો આનંદ પણ મળે તેમજ દેશને કોરોનામુક્ત કરવામાં યોગદાન પણ આપી શકાય એ હેતુથી અમે કોવિશિલ્ડ વેક્સીન કેમ્પ રાખ્યો હતો કે, જેમાં લોકોએ પણ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.
કેમ્પ યોજવામાં પાલિકાના આરોગ્ય વિભાગ તેમજ મિત્રવર્તુળનો સાથ મળતાં વિના મૂલ્યે રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા અંગે જાણ થતાંની સાથે આગામી 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની હાલની સિઝનમાં પ્રેક્ષકગણમાં બેસવાનું આમંત્રણ મળ્યું છે કે, જેમાં અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળશે એમ તેમણે કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.