ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર- દિવસે વીજળી આપવાને લઈને કરાઈ મોટી જાહેરાત 

ગુજરાત(Gujarat): કડકડતી ઠંડીમાં જગતના તાત ખેડૂતો રાત્રે વીજળી માટે ખેતર જવા માટે મજબુર બને છે. ત્યારે હવે ખેડૂતોની આ સમસ્યાનો અંત આવશે. આ સમસ્યા અંગે…

ગુજરાત(Gujarat): કડકડતી ઠંડીમાં જગતના તાત ખેડૂતો રાત્રે વીજળી માટે ખેતર જવા માટે મજબુર બને છે. ત્યારે હવે ખેડૂતોની આ સમસ્યાનો અંત આવશે. આ સમસ્યા અંગે કૃષિ મંત્રી(Minister of Agriculture)એ એક સારા અને રાહતના સમાચાર આપ્યા છે કે, રવિ સીઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે. જંગલ વિસ્તારમાં જંગલી પશુઓને વધારે ડર રહેતો હોય છે. તેથી ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે.

મહત્વનું છે કે, રાજકોટમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ(Raghavji Patel) દ્વારા કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રે વીજળી આપવા મુદ્દે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, રવિ સીઝનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે અને પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ખેડૂતોને જંગલ વિસ્તારમાં જંગલી જનાવરનો પણ ડર રહેતો હોય છે. તેથી ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક જિલ્લાના ખેડૂતોને દિવસે પાણી ન મળતું હોવાને કારણે રાત્રિ દરમિયાન ખેતરમાં પાણી પાવા માટે જવું પડે છે અને આ કડકડતી ઠંડીમાં ખેડૂત માટે પાણી પાવા માટે જવું એ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે પરંતુ જગતનો તાત ખેડૂત પોતાના પરિવારનું ગુજરાન ચલાલવા માટે જીવનાં જોખમે રાત્રી દરમિયાન પાણી પાવા માટે મજબુર બન્યો છે.

મહત્વનું છે કે, જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતોને રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે જેથી દિવસે પાણી ન મળતા આવી કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરોમાં પાણી પાવા જવું પડે છે.

જો વાત કરવામાં આવે તો હાલમાં રવિ પાકની સીઝન ચાલી રહી છે ખેડૂતો દ્વારા આ વખતે શાકભાજી સહિત એરંડા, બાજરી, ધઉં, ઘાસચારા સહિત અનેક પાકોનું વાવેતર કરવાના આવ્યું છે ત્યારે હાલમાં આ પાકોને પાણી આપવું ખુબ જરૂરી હોય છે ત્યારે રાત્રિ દરમિયાન પાણી મળતા પાણી પાવા માટે જવું પડે છે અને પિયત કરતા ખેડૂતોને જંગલી પ્રાણીઓનો ડર લાગે છે.

ઉલ્લેખનીય છે કે, રાત્રિ દરમિયાન ખેડૂતોને વીજળી આપવામાં આવતા ખેડૂતો રાત્રિ દરમિયાન એકલા ખેતરમાં જઈ પણ શકતાં નથી ખેડૂતો એક ટોળકી બનાવી અને એક બાદ એક ખેતરમાં પાણી પાય છે. જગતના તાત સાથે અત્યાર સુધી અનેક બનાવો પણ બની ચૂક્યા છે કોઈક દિવસ જંગલી પ્રાણીઓ પરેશાન કરે તો કો કોઈક દિવસ કડકડતી ઠંડીને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે હાલમાં ખેડૂતોની એક જ માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે જેથી તેઓ દિવસે પણ પાણી વાળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *