ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર- ખેતીની જમીન માપણીના રી-સર્વેને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

ગુજરાત(Gujarat): રાજ્યમાં બુધવારના રોજ યોજવામાં આવેલી કેબિનેટ બેઠક(Cabinet meeting)માં ખેડૂતો માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે(Rishikesh Patel) કેબિનેટ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં બુધવારના રોજ યોજવામાં આવેલી કેબિનેટ બેઠક(Cabinet meeting)માં ખેડૂતો માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે(Rishikesh Patel) કેબિનેટ બ્રિફીંગમાં જણાવતા કહ્યું હતુ કે, જમીનની નવી માપણી કર્યા પછી રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા પછી રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને ઘણી અરજીઓ મળી હતી.

આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી આગળના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ વધુમાં ઉમેરતા કહ્યું હતું.

જાણો રિ-સર્વેમાં કઈ કઈ ભુલો થઇ છે?
ખેડૂતોના નામ બદલાઈ ગયા, ખેડૂતોના નામ નીકળી ગયા, ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા, કબ્જામાં ફેરફાર થયો, નક્શામાં ફેરફાર થયા અને ગામની આકારણી પણ બદલાઈ ગઈ છે.

મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લેવામાં આવ્યો છે. ત્યારે તેઓ દ્વારા ફરી એકવાર નાગરિકોના હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં દરેક નાગરિકને મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા માધ્યમથી જોડી શકાય તેવો પ્રજાના હિતમાં મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને કાર્યલય સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

બહાર પાડવામાં આવેલા આ વોટ્સએપ નંબર ‘7030930344’ના માધ્યમથી લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધો જ સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ કે સૂચન સહિતની કોઈ પણ બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકશે. આ વોટ્સએપ નંબર પર નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાતનો સમય મેળવી શકશે, મુખ્યમંત્રી રાહતનિધિના લાભની માહિતી પણ સરળતાથી મેળવી શકશે, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની માહિતી પણ આ નંબરના માધ્યમથી વોટ્સએપ પર મેળવી શકશે.

જારી કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર ‘HI’ લખવાથી જુદા જુદા ફીચર્સની માહિતી મળી શકશે. જેમાં ‘Write To CMO’ ફીચરના ઉપયોગથી નાગરિકો પોતાના સૂચન કે ફરિયાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સીધા મોકલી શકશે. જોકે, આનો ઉપયોગ કરવા માટે અરજદારે પોતાની વિગતવાર જાણકારી પૂરી પડવી પડશે. વોટ્સએપ નંબર ‘7030930344’ પર મેસેજ મોકલ્યા પછી મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ પણ તમારા વોટ્સએપ પર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *