ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરુ કરવા અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધો મોટો નિર્ણય- જાણો જલ્દી

ગાંધીનગરમાં યોજવામાં આવેલી મહત્વની કેબનિટ બેઠક પૂર્ણ થઇ ગઈ છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તારીખ 2 સપ્ટેમ્બરથી…

ગાંધીનગરમાં યોજવામાં આવેલી મહત્વની કેબનિટ બેઠક પૂર્ણ થઇ ગઈ છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તારીખ 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થઇ જશે તે પ્રકારની મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજિયાત કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, ’20 હજાર કરતા વધુ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા અને 10 હજાર જેટલી ખાનગી શાળા શરૂ થશે અને સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓની હાજરી પણ 50 ટકા રહેશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફ માટે માસ્ક ફરજીયાત રહેશે. સાથે સાથે હેન્ડ વોશની પણ વ્યવસ્થા શાળાઓ દ્વારા કરવાની રહેશે.’

શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરવામાં આવશે પરંતુ તકેદારી રાખવી આપના સૌની જવાબદારી છે. શાળામાં કોરોનાના તમામ  નિયમોનું ચુસ્તપણે પાલન થવું પણ ખુબ જ જરૂરી છે. આપણે સૌએ ભૂલવું ન જોઈએ કે કોરોના હજુ ગયો નથી. જો થોડી પણ બેદરકારી દાખવી તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

તમને જણાવી દઈએ કે, રાજ્ય આરોગ્ય વિભાગે અત્યારથી ત્રીજી લહેરનો સામનો કરી શકાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘણા શહેરમાં ધો.6થી 8ના વર્ગમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *