લ્યો બોલો..! ફરી એક વાર IPL ખેલાડીઓની સુરક્ષામાં મોટી ચૂક; LIVE મેચમાં થયું એવું કે રોહિત અને ઈશાન ડરી ગયા, જુઓ વિડીયો

MI vs RR IPL 2024: IPL 2024ની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, મુંબઈની ટીમ કંઈ ખાસ કરી શકી ન હતી અને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 125 રન જ બનાવી શકી હતી. આ પછી, જ્યારે મુંબઈની ટીમ બોલિંગ(MI vs RR IPL 2024) માટે આવી ત્યારે એક વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને સ્ટેડિયમમાં પહોંચ્યો હતો.આ દરમિયાન મેચ થોડા સમય માટે રોકાઈ ગઈ હતી.

રોહિત ડરી ગયો હતો
રોહિત શર્માના ડરનું કારણ એક ફેન હતો જે વાનખેડેમાં મેચ દરમિયાન અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. આ દરમિયાન રોહિત શર્મા સ્લિપ પર ઈશાન કિશન પાસે ઉભો હતો. ત્યારે તેની પાછળથી એક ચાહક આવ્યો અને રોહિતને પકડી લીધો ત્યારે રોહિત ખૂબ જ ડરી ગયો હતો. જો કે, જ્યારે રોહિતને ખબર પડી કે મેદાનમાં એક ફેન્સ આવ્યો હતો અને તે માત્ર તેની સાથે હાથ મિલાવવા માંગતો હતો, ત્યારે ખેલાડીએ રાહતનો શ્વાસ લીધો અને તેની સાથે હાથ મિલાવ્યો હતો.ત્યારે રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રોહિતનું પર્ફોમન્સ ડાઉન રહ્યું હતું
છેલ્લી બે મેચમાં સારું ફોર્મ દેખાડનાર રોહિત શર્મા વાનખેડેમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. રોહિત પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટના શાનદાર આઉટ સ્વિંગરે તેને પેવેલિયન પરત ફરવાની ફરજ પાડી હતી. રોહિત જ નહીં, નમન ધીર, ડેવાલ્ડ બ્રેવિસ પણ ગોલ્ડન ડકનો શિકાર બન્યા. બોલ્ટે તેની વિકેટ પણ લીધી હતી.

રિયાન પરાગનો છવાયો જાદુ
મુંબઈની ટીમ 125 રન જ બનાવી શકી હતી પરંતુ તેના બોલરોએ રાજસ્થાન પર શરૂઆતમાં દબાણ બનાવી દીધું હતું. એક સમયે રાજસ્થાનની 3 વિકેટ 48 રનમાં પડી ગઈ હતી પરંતુ ત્યારબાદ રિયાન પરાગ ક્રિઝ પર ઊભો રહ્યો અને આ જમણા હાથના બેટ્સમેને 39 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા.