ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો- તથ્ય પટેલની ગાડીની સ્પીડ…

Ahmedabad ISKCON Bridge Accident Update: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એવી છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી પોલીસે તપાસ કમિટીની રચના કરી છે.(Ahmedabad ISKCON Bridge Accident Update) અત્રે ઉલેખનીય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તારીખ 19 જુલાઈના રોજ એટલે કે બુધવાર મધ્ય રાતે બેફામ કાર ચલાવનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા સહિત અન્ય 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, માનવ વધના ગુના હેઠળ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેને લઈ હવે પોલીસ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત આજે એક મામલે મોટો ખુલાસો થયો છે. FSLના રિપોર્ટમાં કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, બુધવારે રાત્રે તથ્ય પટેલે ફૂલ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા.

M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
તો બીજી તરફ આજે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. સિંધુ ભવનના કાફેમાં ગાડી ઘુસાડવાના CCTV વાયરલ થયા બાદ M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર્યવાહી પુરી થયા બાદ સિંધુ ભવન કેસમાં તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવશે.

અકસ્માતના CCTV પણ આવ્યા સામે
જોકે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 3 જુલાઈની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જોવા મળી રહ્યું છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે. થાર કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે. જોકે, હવે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *