CR પાટીલના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો જલ્દી…

ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલ ભાજપના નેતાઓ તેમજ કાર્યકરોમાં હોબાળો મચી ગયો હતો. સૌરાષ્ટ્રમાં પણ CR પાટીલના પ્રવાસ પછી કોરોનાનો રાફડો ફાટી ગયો હતો. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર તથા ઉત્તર રાજ્યનો પ્રવાસ ખેડીને એમણે પોતે કોરોનાને નોતરૂં આપ્યું હોય એવું લાગી રહ્યું હતું. CR પાટીલની રેલીમાં ગયેલ કેટલાંક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં.

CR પાટીલની રેલીનો આની અગાઉ વિપક્ષના લોકો વિરોધ કરી ચુકેલા છે.હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતનાં ભાજપનાં અધ્યક્ષ CR પાટીલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાથી એમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હાલમાં ફરી એકવાર CR પાટીલને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

CR પાટીલનો આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. CR પાટિલ આજે કોરોના મુક્ત થતાં જ એમના પ્રશંસકોમાં હાશકારો થયો છે. આજે CR પાટિલે ટ્વિટ કરીને પોતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી. હાલમાં જાણવા મળતી જાણકારી મુજબ આવતીકાલે CR પાટિલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આજે CR પાટિલનો RT-PCR કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

CR પાટિલે આજે જ ટ્વિટ કરીને જણાવતાં કહ્યું હતું કે, મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમજ આવતીકાલે હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. મારા સ્વાસ્થ્યની માટે પાઠવેલ શુભકામનાઓ બદલ આપ સૌને હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.ભાજપનાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારપછી અત્યાર સુધી એમના કુલ 3 રિપોર્ટ કરવામાં આવ્યા છે.

સોમવારનાં રોજ પાટીલનો બીજો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. CR પાટિલની કોરોના સારવાર એપોલો હોસ્પિટલમાં ચાલી રહેલી છે. પાટીલનો આજે RT-PCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે CR પાટીલનો બીજો કોરોના રિપોર્ટ ભલે પોઝિટીવ આવ્યો હોય પણ એમના શરીરમાં વાયરસનું પ્રમાણ ઘટી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *