કોરોના સંક્રમણ વધતાં રાજ્યના સૌથી મોટા શહેરે સ્વંય-ભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો

રાજ્યમાં આવેલ જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ એક ખુબ જ મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રનાં ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલ છે. જામનગર રાજ્યનાં મુખ્ય કુલ 4 શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે જામનગર જિલ્લા તથા જામનગર તાલુકાનું વહીવટી મુખ્યમથક આવેલ છે. આ શહેરનું વહીવટી સંચાલન જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા જતાં હોવાથી એક બાદ એક જિલ્લાઓ, શહેરો તેમજ તાલુકાઓ સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જામનગરમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધતું હોવાથી હાલમાં એક મોટો નિર્ણય લેવાયો છે. જામનગરમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં સતત વધારો થતાં 16-30 સપ્ટેમ્બર સુધી અડધા દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.

જામનગરમાં સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો નિર્ણય કરિયાણા બજાર તેમજ સ્ટેશનરી બુક સેલર્સનો છે. આ નિર્ણયને સારું એવું સમર્થન પણ મળ્યું છે. જામનગરમાં આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બરથી દુકાનો અડધો દિવસ બંધ રાખવામાં આવશે. આખા જામનગરમાં સવારનાં 8 વાગ્યાંથી લઈને 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.

જામનગર શહેરમાં હાલની કોરોનાની આ સ્થિતિને લઇને ‘ઘી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટસ’ એસોસીએશનનાં પ્રમુખ જીતુભાઇ લાલ તથા માનદમંત્રી લક્ષ્મીદાસભાઇ રાયઠઠ્ઠાએ બધાં જ હોદેદારો તથા વેપારીભાઇઓની સાથે વાતચીત કરીને વેપારીઓ ભાઇઓના અભિપ્રાય મેળવીને 16-30 સપ્ટેમ્બર સુધી ગ્રેઇન માર્કેટના વેપારના સમયમાં બદલાવ કરવાનું નકકી કરેલ જે પ્રમાણે વેપારનો સમય સવારે 8 વાગ્યાંથી લઈને 2 સુધીનો રહેશે.

વેપારીઓ માલ ગમે તે સમય ઉતારી શકશે પન બપોરે 2 વાગ્યા બાદ વેચાણ તેમજ ડીલેવરી કરવાની રહેશે નહી તેમજ 1 ઓક્ટોબરથી રાબેતા મુજબ વેપાર ધંધાની શરૂઆત થશે. જામનગર શહેર, જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ વેપારીઓને પ્રમુખ તેમજ માનંદમંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી છે. આની પહેલાં પણ આ બજાર કોરોનાને લીધે સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *