આજે 15મી ઓગસ્ટ(15th August) એટલે કે, સ્વતંત્રતા દિવસ(Independence Day) છે. આ દિવસે સરકાર દ્વારા નાગરિકોને એક મોટી ભેટ આપવામાં આવી છે. આ ભેટ CNG વાહનચાલકોને આપી છે. જાણવા મળ્યું છે કે, સરકાર દ્વારા IRM CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. IRM CNGના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેને લઈ હવે બનાસકાંઠામાં CNG વાહનચાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસે સરકાર દ્વારા આ મોટી ભેટ આપવામાં આવી છે.
મોંઘવારીના માર વચ્ચે સીએનજીના ભાવમાં ઘટાડો:
હાલના દિવસોમાં મોંઘવારી ખુબ જ વધી રહી છે. પેટ્રોલ-ડીઝલથી માંડી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોચ્યા છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, IRM CNGના ભાવમાં આજે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
IRM CNG હવે કેટલામાં મળશે?
સતત ભાવવધારાને લઈને છેલ્લા કેટલાય સમયથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આજે 15મી ઓગસ્ટના રોજ સરકાર દ્વારા CNG વાહનચાલકોને મોટી ભેટ આપવામાં આવી છે. IRM CNGના ભાવમાં આજે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે IRM CNG 89.95 રૂ ની જગ્યા એ 83.95માં મળશે. જેને લઈને બનાસકાંઠામાં CNG વાહનચાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.