ગુજરાતીઓ સાવધાન! રાજ્યમાં ફરી લાગુ થશે લોકડાઉન?- આરોગ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શુભ શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના રસી આપવાના અભિયાનનો પ્રારંભ ગાંધીનગર(Gandhinagar)ના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી સવારે આ શાળામાં આવી પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરીને નિહાળી હતી. તેમણે કિશોરો સાથે સંવાદ પણ કર્યો હતો.

ત્યારે હવે ગુજરાતમાં લોકડાઉનને લઈને આરોગ્યમંત્રીએ જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં હાલ લૉકડાઉન અંગેની સરકારની કોઈ જ વિચારણા નથી. ગુજરાત રાજ્ય સંપૂર્ણ ખુલ્લું છે અને સંપૂર્ણ ખુલેલું રહે તે ઇચ્છનીય છે. સાથે જ વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને જોતા હવે લોકોને લોકડાઉન પોસાય તેમ નથી.

આ સાથે જ આરોગ્ય મંત્રીએ જણાવતા કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે 70 ટકાથી વધુ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને રક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત 95% નાગરિકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે.

જાણી લો રજિસ્ટ્રેશન માટેની સમગ્ર પ્રક્રિયા:
સૌથી પહેલા gov.in વેબસાઈટ પર જાવ. જો તમે કોવિન પર રજિસ્ટર્ડ નથી તો પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીં તમારે બાળકોનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન પુરુ થયા બાદ પોતાના મોબાઈલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. એ બાદ તમે વિસ્તારનો પિન કોર્ડ નાંખો. તમારી સામે રસીકરણ સેન્ટરનું લીસ્ટ આવશે. આ બાદ તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરો. આ બધુ જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈને પોતાના બાળકોને કોરોનાની રસી લગાવી શકશો. રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *