ગાઢ ધુમ્મસે લીધો માસુમ વ્યક્તિનો જીવ- ટ્રક અને કારની જોરદાર ટક્કર થતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના વારાણસી(Varanasi)ના ઘેવશીપુર ગામની સામે રિંગ રોડ પર રવિવારે મોડી રાત્રે ગાઢ ધુમ્મસના કારણે એક ટ્રક અને કાર(Truck-car accident)ની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં…

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના વારાણસી(Varanasi)ના ઘેવશીપુર ગામની સામે રિંગ રોડ પર રવિવારે મોડી રાત્રે ગાઢ ધુમ્મસના કારણે એક ટ્રક અને કાર(Truck-car accident)ની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા બિયારણના વેપારીનું મોત થયું હતું. માહિતી મળતાં પોલીસે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મૃતકની ઓળખ રાજેશ કુમાર સિંહ રઘુવંશી (55) તરીકે થઈ છે, જે જૌનપુરના મડીગાંવના રહેવાસી બિયારણના વેપારી છે. રાજેશનો પરિવાર સૂર્ય નગર કોલોની, ગીલાતબજારમાં રહે છે. ઘટનાસ્થળે પહોંચેલા સંબંધીઓના જણાવ્યા અનુસાર રાજેશ રવિવારે કોઈ કામ અર્થે મિરઝાપુર ગયો હતો અને રાત્રી દરમિયાન પરત ફરી રહ્યો હતો.

ગાઢ ધુમ્મસના કારણે ઘેવશીપુર ગામની સામે રીંગ રોડ પર ટ્રક અથડાઈ હતી. અકસ્માતમાં કાર ચલાવી રહેલા રાજેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક પાસેથી મળી આવેલા ઓળખકાર્ડ અને મોબાઈલ નંબર પરથી સંબંધીઓને જાણ કરી હતી. જે બાદ સ્થળ પર પહોંચેલા સંબંધીઓએ તેમની ઓળખ કરી હતી. રાજેશના મોતથી પરિવાર આઘાતમાં છે. રાજેશની પત્ની અનિતા સિંહ, પુત્ર આશિષ અને પુત્રી અદિતિ સિંહ શોકની લાગણીમાં ગરકાવ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *