સ્થાનિક સ્વરાજની ચૂંટણી: શંકરસિંહ વાઘેલા આ પાર્ટીમાં કરશે રી એન્ટ્રી, ભાજપને લાગશે સૌથી મોટો ઝટકો

હવે ટૂંક સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરુ થઈ રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાત રાજ્યના દિગ્ગ્જ નેતા અને પૂર્વ CM એવા શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડી એ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. બાપુએ કોંગ્રેસમાં ઘર વાપસી કરવાની ઈચ્છા દર્સાવી હતી. બાપુને ઘર વાપસી કરાવવા ભરતસિંહ સોલંકી મધ્યસ્થી મધ્યસ્થી કરી રહ્યા છે.હવે કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુની રી એન્ટ્રી પર મહોર લગાવે તેવી સંભાવના છે. બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીથી કોંગ્રેસને ફાયદો થવાની સંભાવના છે.

77માં જન્મદિવસ પર કોંગ્રેસ છોડી
અત્રે ઉલ્લેખનિય છે કે, શંકરસિંહ વાઘેલાએ પોતાના 77માં જન્મદિવસ પર કોંગ્રેસ છોડી હતી.તેઓએ કહ્યુ હતુ કે, તેઓ કોંગ્રેસ મુક્ત થાય છે..અને કોઈ પક્ષમાં જોડવવાના નથી. જોકે બાદમાં તેઓ એનસીપીમાં સામેલ થયા છે. પોતાના 77માં જન્મ દિવસ પર શંકરસિંહ વાઘેલાએ સમસંવેદના કાર્યકર્મનું આયોજન કર્યું હતુ..અને તેમાં તેઓએ કોંગ્રેસ મુક્ત થવા અને સક્રિય રાજકારણથી મુક્ત થવાની વાત કહી હતી.

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો છે. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સક્રિય સભ્ય હતા પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું છે. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.

પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ
તેમણે ૧૯૭૭માં ૬ ઠ્ઠી, ૯ મી, ૧૦ મી, ૧૩ મી અને ૧૪ મી લોકસભામાં ચુંટાયેલા સંસદના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેઓ ૧૯૮૪થી ૧૯૮૯ સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. ૧૯૭૭ થી ૧૯૮૦ દરમિયાન તેમણે ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને ૧૯૮૦થી ૧૯૯૧ સુધી તેમણે મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ તરીકે સેવા આપી છે. ૧૯૯૫માં ભાજપ ૧૨૧ બેઠક જીતીને સત્તામાં આવી. ત્યારે તેઓ સીએમની દાવેદારીમાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું, પણ રાષ્ટ્રીય નેતૃત્વએ કેશુભાઈ પટેલની સીએમ તરીકેની પસંદગી કરી હતી. આ કારણે તેમનાં સમર્થકો ખુબજ નારાજ થયા અને વાઘેલા ૨૦મી ઓગસ્ટ ૧૯૯૬ના રોજ, સમર્થકો સાથે, ભાજપથી અલગ થયા.

મહામંત્રી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રમુખ તરીકે સેવા આપી
ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પોતાની સરકાર બનાવી અને ગુજરાતના ૧૨ મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી. મે, ૨૦૦૪માં તેઓને કેન્દ્રિય કપડા મંત્રીનો પદભાર સોંપાયો હતો. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. શંકરસિંહ વાઘેલાની ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC) ના ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાતની ૧૩મી વિધાનસભામાં તેઓની વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ થયેલી હતી.

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર
રાજ્યના દિગ્ગ્જ નેતા અને પૂર્વ CM ફરી જોડાશે કોંગ્રેસમાં,
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડી એ જોડાશે કોંગ્રેસમાં,

બાપુએ કોંગ્રેસમાં ઘર વાપસી કરવાની દર્શાવી હતી ઈચ્છા,
બાપુને ઘર વાપસી કરાવવા ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે મધ્યસ્થી,
કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુની રી એન્ટ્રી પર લગાવશે મહોર,
બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીથી કોંગ્રેસને થશે ફાયદો

બાપુએ આ પહેલા કોંગ્રેસમાં ઘર વાપસી કરવાની ઈચ્છા દર્શાવી હતી. રાજકારણના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા રી એન્ટ્રી મામલે કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુ પર લગવાશે છેલ્લી મહોર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *