બ્લુ ફિલ્મની આ ફેમસ એક્ટ્રેસે આપ્યું ખેડૂત આંદોલનને સમર્થન, એવી-એવી વાતો કહી દીધી કે…

હાલમાં દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે સમગ્ર દેશના ખેડૂતોનું મોદી સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. આવા સમયમાં અનેક લોકો ખેડૂતોનાં સમર્થનમાં આવી…

હાલમાં દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે સમગ્ર દેશના ખેડૂતોનું મોદી સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. આવા સમયમાં અનેક લોકો ખેડૂતોનાં સમર્થનમાં આવી રહ્યાં છે ત્યારે પોપ સ્ટાર રિહાના પછી હવે પુર્વ એડસ્ટ સ્ટાર મિયા ખલિફા પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં આવી છે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમણે ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે ખેડૂત પ્રદર્શનનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. મિયા ખલિફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કરવામાં આવ્યો છે. એક વિરોધકર્તા દ્વારા તેમાં એક પોસ્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોની હત્યા કરવાનું બંધ કરો. ફોટોની નીચે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, કિસાન આંદોલન વખતે દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. આ બધું શું ચાલી રહ્યું છે? આની સિવાય તેમણે ટ્વિટર પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કરવામાં આવ્યો છે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમણે 2 ટ્વીટ કર્યા છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું હતું કે, ક્યા માનવ અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? તેમણે નવી દિલ્હીનાં આજુબાજુનાં વિસ્તારમાં ઇન્ટરનેટ બધ કરી દેવામાં આવ્યું છે?#FarmersProtest. અન્ય એક ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે,-Paid actors, huh?

મને આશા રહેલી છે કે, એવોર્ડ સીઝનમાં તેની અવગણના કરવામાં નહી આવે. હું ખેડૂતોની સાથે ઉભી છું. #FarmersProtest. અમેરિકન બ્લોગર અમાન્ડા કૈર્ની દ્વારા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, દુનિયા જોઈ રહી છે. આ મુદ્દાને સમજવા માટે ભારતીય અથવા તો પંજાબી તથા દક્ષિણ એશિયન બનવાની જરૂર નથી.

તમારે માત્ર માનવતાની ચિંતા કરવાની છે. હંમેશાં બોલવાની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતા, મૂળભૂત માનવ તથા નાગરિક અધિકાર તેમજ કામદારો માટે ગરિમાની માંગ કરો. ❤️ #FarmersProtest #internetshutdown. અહીં નોંધનીય છે કે, પોપ સ્ટાર રિહાનાએ ટ્વીટ કર્યું હતું કે, આપણે આ વિશે કેમ વાત નથી કરી રહ્યા. જયારે એક બાજુ બોલિવૂડની અભિનેત્રી કંગનાએ જણાવ્યું હતું કે, આ મુદ્દા પર એ માટે કોઈ વાત કરી રહ્યું નથી કારણ કે, તેઓ ખેડૂત નથી પણ આતંકવાદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *