BABA Ramdev Patanjali Case: પતંજલિ ‘ભ્રામક જાહેરાત કેસ’માં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ ‘ભ્રામક જાહેરાત કેસ’માં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે માનહાનિનો કેસ બંધ કરી દીધો છે. વાસ્તવમાં, પતંજલિના(BABA Ramdev Patanjali Case) ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો આપવાના આ કેસમાં, માફી માંગવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. જસ્ટિસ હિમા કોહલી અને સંદીપ મહેતાની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય આપ્યો છે.
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પતંજલિ પર કોવિડ-19 રસીકરણને લઈને અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
IMAએ કહ્યું હતું કે પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું.
Supreme Court closes contempt case against Yog Guru Swami Ramdev and Patanjali Ayurved MD Acharya Balakrishna in misleading ads case. pic.twitter.com/LC9UzM3dfQ
— ANI (@ANI) August 13, 2024
બેન્ચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી હોવા છતાં અખબારોમાં જાહેરાતો આપવામાં આવી રહી છે અને જાહેરાતોમાં તમારા અસીલ જોવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે દેશની સેવા કરવા માટે બહાનું ન બનાવો. રામદેવના વકીલે કહ્યું હતું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગો. રામદેવે કોર્ટમાં માફી પણ માંગી હતી. તેણે કહ્યું હતું કે મને આ વર્તનથી શરમ આવે છે. અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. ત્યારે બેન્ચે કહ્યું હતું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App