દેશમાં કોરોના ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને વીક માનવામાં આવતો હતો. કારણ કે, ગયા વર્ષમાં ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં ઓછો જીવલેણ હોવાની માહિતી મળી હતી પરંતુ જો કોઇ વ્યક્તિએ વેક્સિન નથી લીધી તો તેના માટે તો ઓમીક્રોન ખતરનાક સાબિત થઈ શકે છે.
મુંબઈના કોરોનાના આંકડા આ વાતની સાબિતી આપે છે કે, કોરોનાના કે સંક્રમિત લોકોને ઑક્સીજન સપોર્ટની જરૂર પડી છે તે લોકોમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી નથી. બૃહતમુંબઇ નગરપાલિકા BMC દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી.
આ દરમિયાન, છ જાન્યુઆરી સુધીના આંકડાઓ જોઈએ તો BMCના કમિશનર ઇકબાલ ચહલે જણાવ્યું હતું કે, ઑક્સીજન બેડ પર 1900 દર્દીઓ કોરોનાનાં છે અમે તેમાંથી 96 ટકા દર્દીઓ એવા છે કે, જેમણે વેક્સિન લીધી નથી. જ્યારે માત્ર ચાર ટકા જ દર્દીઓ એવા છે કે, જેમણે વેક્સિન લઈ રાખી છે.
આ અંગે શહેરોની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં કોઓર્ડીનેટર અને બોમ્બે હોસ્પિટલના ડૉક્ટર ગૌતમ ભણસાલીએ કહ્યું હતું કે, હોસ્પિટલ્સમાં દાખલ થયેલા તમામ કેસમાં વેક્સિન લઈ ચૂકેલા અને ન લીધેલા બંને ટાઈપના પેશન્ટ્સ છે પણ વધારે લોકો એવા જ છે જેમણે વેક્સિન લીધી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દર્દીઓની ઉંમર 40 થી 50 વર્ષની વચ્ચે છે અથવા તો તેનાથી પણ વધારે છે. જે દર્શાવે છે કે, દરેક નાગરિક માટે કોરોનાની વેક્સિન લેવી કેટલી જરૂરી છે.
સંક્રામક રોગના જાણીતા એક્સપર્ટ અને કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર એવા ડૉક્ટર ઓમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઘણા લોકોએ કેસમાં વધારો થયા બાદ વેક્સિન લેવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ વિષય પર ઊંડો અભ્યાસ ચાલી રહ્યો છે પણ હજુ સુધી આ વિષે ખાસ કોઈ અભ્યાસ સામે આવ્યો નથી. ડૉક્ટર શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, ઓમિક્રોન શરીર પર ખાસ તો શ્વસનતંત્ર પર અસર કરે છે અને આ વખતે ત્રીજી વેવમાં ઑક્સીજનની જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.