Surat Anganwadi News: સુરત પાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં અપાતી ચણાની દાળ દુકાનમાં બારોબાર વેચાતી હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ કાંડ સામે આવતા (Surat Anganwadi News) તંત્ર દોડતું થયું છે. તેમજ બીજી કોઈ જગ્યાએ આવું કૌભાંડ ચાલે છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસો અગાઉ ગુજરાતમાં કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા હતા. તેમાં પણ સુરતમાં ચાલતી આંગણવાડીમાં 33,386 કુપોષિત અને અતિકુપોષિત બાળકો છે.જેમાં બાળકોની પરિસ્થિતિ અતિશય દયનિય હોવાનું સામે આવ્યું છે.જો કે સરકાર દ્વારા આવા બાળકોને પોષણ મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ રૂપિયાના ભૂખ્યા લાલચુ લોકો તે પ્રયાસો સફળ થવા દેતા નથી.કતારગામ વિસ્તારની આંગણવાડીમાં બનેલી એક ઘટનાએ તંત્રને ચોંકાવી દીધું છે.
આંગણવાડીમાં ચાલતું કૌભાંડ ઝડપાયું
જો કે સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો અને ધાત્રી માતાના પોષણ માટે આંગણવાડી થકી ચણાની દાળથી માંડીને અલગ-અલગ ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ દાળ કુપોષિત બાળકોના ઘરના બદલે બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે.
તંત્ર દોડતું થયું
કતારગામ વિસ્તારમાં આવેલ ગોટાલાવાડી આંગણવાડીમાં ચણાની દાળના પેકેટનું વિતરણ કરવામા આવે છે ત્યારે આંગણવાડીની નજીકની એક દુકાનમાં આ ચણાની દાળનું પેકેટ 50 રૂપિયામાં વેચાતું હતું. આ દુકાનમાં ખરીદી કરવા આવેલી મહિલાએ દાળનું પેકેટ ખરીદ્યા બાદ આગણવાડીની દાળ હોવાનું જાણતા તેઓએ પરિવારને જાણ કરતા મેયર સહિત પાલિકા તંત્રને ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું.
તાત્કાલિક તપાસ હાથ ધરતાં લાભાર્થીઓ દ્વારા જ ચણાની દાળના પેકેટનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ પેકેટ કઈ રીતે દુકાનમાં પહોંચ્યું તે તપાસનો વિષય છે. આવી જ ગેરરીતિ અન્ય જગ્યાએ થાય છે કેમ તેની તપાસ કરવા માટે માંગણી થઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App