નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવી તબાહી: જાહેર કરાયું ઍલર્ટ, 5 લોકોને ભરખી ગયો કાળ, તો 28 લાપતા

Landslides In Eastern Nepal News: નેપાળના પૂર્વ ભાગોમાં સતત વરસાદ ચાલી રહ્યો છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થઈ ગયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. આ તરફ આ શહેરમાં ઘણા લોકો ગુમ પણ થઈ ગયેલા છે. પોલીસે જણાવ્યા અનુસાર, પૂર્વ નેપાળમાં(Landslides In Eastern Nepal News) ભૂસ્ખલન ના કારણે અત્યાર સુધીમાં અંદાજે 5 લોકોના મોત થયા છે અને સાથે અત્યાર સુધીમાં 28 લોકો લાપતા થયા છે. પોલીસે જણાવ્યું કે ગુમ થયેલા લોકોની શોધ ખોળ ચાલુ કરી દેવામાં આવી છે.

પૂર્વ નેપાળમાં ભારે વરસાદ
ચોમાસાના કારણે પૂર્વ નેપાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે. ઘણી જગ્યાએથી ભૂસ્ખલનના અહેવાલો પણ મળી રહ્યા છે. વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 5 જેટલા લોકોના મોત થયા છે અને જ્યારે 28 લોકો ગુમ થયા હોવાનું કહેવામાં આવ્યું છે.

આ તરફ નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર કોશી પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને આપેલ તાપલેજુંગ, પંચથર, સંખુવાસભા અને તેરહાથુમમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં પુર અને ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. રસ્તાઓ અને એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન થયું છે.

મળતી માહિતી અનુસાર ચેનપુરના નગરપાલિકા નિર્માણદિન સુપર રહેવા હાઇડ્રોઇલેક્ટ્રીક પ્રોજેક્ટ વિસ્તારમાં કામ કરતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ દરમિયાન અન્ય 21 લોકો પણ ગુમ થયા નાયબ પોલીસ અધિક્ષક વિરેન્દ્ર ગોદરે કહ્યું કે પૂર્વ પછી મજૂરો સુરક્ષિત સ્થળે ગયા કે હેવા નદીમાં વહી ગયા?એની તપાસ ચાલી રહી છે.

નવ વર્ષની બાળકીનું મોત
પડોશી પંચ સ્થળ જિલ્લામાં પુષ્કળનમાં એક મકાન ધોવાઈ જતા 9 વર્ષની બાળકીનું પણ મોત થયું હતું. પોલીસે જણાયું છે કે આ વિસ્તારમાં આવેલા પુર બાદ ચેનપુરના પાંચ ગ્રામ વાસીઓ પણ ગુમ થઈ ગયા છે. પ્રાથમિક તપાસ સૂચવે છે કે જેતપુર નગરપાલિકા અને પંચખા પણ નગરપાલિકામાં ભૂસ્ખલન બાદ નદી બંધ થઈ ગઈ હતી. હવામાનની આગાહી કરનાર રહો નેપાળમાં આદમી દિવસોમાં ભારતેથી ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન નદીઓના જળસ્તર વધવા માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *