માલદીવમાં મોટી દુર્ઘટના, 9 ભારતીયો સહિત 10 લોકોના મોત ‘ઓમ શાંતિ’

માલદીવ (Maldives)ની રાજધાની માલે (Male)માં એક બિલ્ડિંગમાં લાગેલી આગ (fire)માં 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ બિલ્ડિંગમાં વિદેશી કામદારો રહેતા હતા. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર રિપેરિંગ ગેરેજમાં લાગી હતી. આ દુર્ઘટનામાં નવ ભારતીયો સહિત એક બાંગ્લાદેશી નાગરિકનું મોત થયું હતું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓનું કહેવું છે કે ઈમારતમાં આગ લાગ્યા બાદ ઉપરના માળેથી 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર રિપેરિંગ ગેરેજમાં લાગી હતી. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે અમે 10 મૃતદેહો બહાર કાઢ્યા છે. આગ પર કાબૂ મેળવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મૃતકોમાં નવ ભારતીય અને એક બાંગ્લાદેશીનો સમાવેશ થાય છે.

માલદીવમાં ભારતીય હાઈ કમિશને માલેમાં આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, જેમાં ભારતીય નાગરિકો સહિત લોકોના મોત થયા છે. હાઈ કમિશને કહ્યું કે અમે માલદીવ સરકારના સંપર્કમાં છીએ. આ ઘટના પર માલદીવના એક ઉચ્ચ સરકારી અધિકારીએ કહ્યું કે પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

માલદીવના એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું કે પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. માલદીવની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ટ્વીટ કર્યું કે માલેમાં આ આગના પીડિતો માટે સ્ટેડિયમમાં રાહત અને બચાવ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પીડિતોની મદદ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાદ માલદીવમાં ખરાબ સ્થિતિમાં રહેતા વિદેશી કામદારોનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. માલદીવના રાજકીય પક્ષોએ કહ્યું છે કે વિદેશી કામદારોને અહીં દયનીય સ્થિતિમાં રહેવું પડે છે. માલદીવમાં વિદેશી કામદારોની મોટી વસ્તી છે. આમાંના મોટાભાગના કામદારો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોના છે. આ વિદેશી કામદારોની દયનીય સ્થિતિનો મામલો સૌપ્રથમ કોરોના સમયગાળા દરમિયાન સામે આવ્યો હતો. તે સમયે, સ્થાનિક લોકો કરતાં વિદેશી કામદારોમાં કોરોના ત્રણ ગણો ઝડપથી ફેલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *