UPના ગોંડામાં મોટી ટ્રેન દુર્ઘટના! ચંદીગઢ એક્સપ્રેસના 10-12 ડબ્બા પલટી જતાં 4ના મોત; 25 ઘાયલ

UP Train Accident: ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડા નજીક ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યારે આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જયારે 5થી વધુ લોકોના મૃત્યુના અહેવાલ છે, પરંતુ કોઈ અધિકારીએ તેની પુષ્ટિ કરી નથી. રેલવે પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાટા પરથી ઉતરેલા કોચમાં ફસાયેલા મુસાફરોને(UP Train Accident) બચાવવામાં આવી રહ્યા છે. તેમજ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
ગુરુવારે ઉત્તર પ્રદેશમાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ચાર એસી કોચ પણ સામેલ હતા. આ ટ્રેનનો નંબર 15904 છે. ગોંડા-ઝિલાહી વચ્ચે પીકૌરા પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ માહિતી ઝિલાહી રેલ્વે સ્ટેશનને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મુસાફરોને કોચમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી હતી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી હતી.

ઉપરાંત, મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી અધિકારીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીની સૂચનાથી આસપાસના જિલ્લાઓની તમામ હોસ્પિટલો, CHC, PHCને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

આ અગાઉ પણ ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી ચુકી છે
તમને જણાવી દઈએ કે આ પહેલા 16 જુલાઈના રોજ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં કામરૂપ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને કોચ અલગ થઈ ગયા હતા. આ ઘટના આસામના દિબ્રુગઢ વિસ્તારમાં લાહોવાલ અને ચૌલખોવા વચ્ચે બની હતી. તે જ સમયે, ઓડિશાના બાલાસોરમાં એક ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં ઘણા મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.