ડ્રોન દીદી બનીને મહિલાઓ કમાશે લાખો રૂપિયા, સરકારી સબસિડી સાથે ફ્રી તાલીમ, જાણો યોજનાની વિગતો

Namo Drone Didi Yojana: ડ્રોન દીદી યોજના 2024 એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સશક્ત બનાવીને અને તેમને આત્મનિર્ભર બનાવીને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે.ત્યારે ચાલો જાણીએ કે સરકારની આ ડ્રોન દીદી યોજનાનો(Namo Drone Didi Yojana) લાભ કોણ લઈ શકે છે અને તેના માટે કેવી રીતે અરજી કરવી.

મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે
ડ્રોન દીદી યોજના 2024 એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વાકાંક્ષી પહેલ છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સશક્ત બનાવવાનો અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો છે. આ યોજના હેઠળ, મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને ડ્રોન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ પણ આપવામાં આવશે.

15000 રૂપિયા પગાર આપવામાં આવશે
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં પ્રધાનમંત્રી ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ શીખવવાનો છે. ડ્રોન દીદી યોજના માટે, 10 થી 15 ગામોની સ્વ-જૂથની મહિલાઓને એકસાથે તાલીમ આપવામાં આવે છે. જેમાં ડ્રોન ચલાવવા માટે 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે.આ યોજના હેઠળ જે મહિલાઓ ડ્રોન દીદી તરીકે કામ કરશે તેમને 15000 રૂપિયા પગાર આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાઓએ સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલું હોવું આવશ્યક છે. મહિલાઓની ઉંમર 18 થી 37 ની વચ્ચે હોવી જોઈએ.

ડ્રોન દીદી માટે ફાળવણી કેમ વધી?
વધુ મહિલાઓને તાલીમ: સરકાર આગામી 3 વર્ષમાં 10 લાખ મહિલાઓને ડ્રોન ઉડાડવા અને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરવા તાલીમ આપવાનું લક્ષ્ય ધરાવે છે.
ડ્રોન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસઃ સરકાર ડ્રોન માટે તાલીમ કેન્દ્રો, સમારકામ કેન્દ્રો અને ચાર્જિંગ સ્ટેશન બનાવશે.
ડ્રોન સંશોધન અને વિકાસઃ સરકાર ડ્રોન ટેકનોલોજીના વિકાસ માટે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે.
ડ્રોન સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનઃ સરકાર ડ્રોન સ્ટાર્ટઅપ્સને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડશે.

તાલીમમાં શું શીખવવામાં આવશે?
નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાવવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણીની તાલીમ આપવામાં આવશે. તેમને ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ કૃષિ કામગીરી માટે પણ તાલીમ આપવામાં આવશે. તેમાં પાકની દેખરેખ, જંતુનાશકો અને ખાતરોનો છંટકાવ અને બિયારણની વાવણીનો સમાવેશ થાય છે.

ડ્રોન પેકેજની સંભવિત કિંમત 10 લાખ રૂપિયા
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડ્રોન પેકેજની સંભવિત કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હશે. આ રીતે, 10 લાખ રૂપિયાના ડ્રોન માટે, SHGને 8 લાખ રૂપિયાની સબસિડી મળશે. 2 લાખની લોન આપવામાં આવશે. હાલમાં, દેશભરમાં લગભગ 10 કરોડ મહિલાઓ SHG નો ભાગ છે.

આ એક પેકેજમાં હશે
આ પેકેજમાં ડ્રોન, ચાર વધારાની બેટરી, ચાર્જિંગ હબ, ચાર્જિંગ માટે જેનસેટ અને ડ્રોન બોક્સ હશે. ડ્રોન ઉડાડનાર મહિલાને ડ્રોનના પાઈલટને ટ્રેનિંગ આપવામાં આવશે અને અન્ય મહિલાને કો-પાઈલટ તરીકે ડેટા એનાલિસિસ અને ડ્રોનના મેઈન્ટેનન્સ માટે ટ્રેનિંગ આપવામાં આવશે. આ 15 દિવસની તાલીમનો આ પેકેજમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં મહિલાઓને ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ કૃષિ કાર્યો માટે તાલીમ આપવામાં આવશે. આ યોજના હેઠળ આપવામાં આવેલા ડ્રોનનો ઉપયોગ નેનો ખાતર અને જંતુનાશકોના છંટકાવ માટે કરવામાં આવશે.