એરટેલના ગ્રાહકોને મોટો ઝટકો! આ તારીખથી મોંઘા થશે બધા રિચાર્જ પ્લાન

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલે(Airtel) તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં ભારતી એરટેલે પ્રીપેડ ટેરિફ(Prepaid tariff)માં સુધારો કરવાની જાહેરાત કરી છે. એવું જાણવા મળ્યું છે કે નવો ટેરિફ 26 નવેમ્બર 2021થી લાગુ થશે. કંપની પ્લાનની કિંમતો વધારીને પ્રતિ યુઝર 200 રૂપિયાની સરેરાશ આવકના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ટેરિફ વધારા બાદ હવે કંપનીના બેઝ પ્લાનની કિંમત 79 રૂપિયાથી વધીને 99 રૂપિયા થઈ ગઈ છે.

26મી નવેમ્બર, 2021થી નવા ટેરિફ પ્રીપેડ પેક્સ www.airtel.com માં ઉપલબ્ધ થશે એન્ટ્રી લેવલ ટેરિફ વોઈસ પ્લાનમાં 25% વધારો જોવા મળ્યો છે, જ્યારે અમર્યાદિત વોઈસ બંડલ માટે મોટા ભાગના કિસ્સાઓમાં વધારો લગભગ 20 ટકા છે.

એરટેલના 79 રૂપિયાના પ્લાનની કિંમતમાં 20 રૂપિયાનો વધારો થયો છે. હવે આ પ્લાન 99 રૂપિયાનો થઈ ગયો છે. પ્લાનમાં કંપની 99 મિનિટના ટોક ટાઈમ સાથે 200MB ડેટા પણ ઓફર કરી રહી છે. પ્લાનમાં કંપની કોલિંગ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ કરે છે અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

એરટેલ પ્લાનઃ 149 રૂપિયાનો પ્લાન પણ મોંઘો છે
એરટેલનો 149 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને હવે મોંઘો થયા બાદ તેની કિંમત 179 રૂપિયા થઈ ગઈ છે. આ પ્લાનના સબ્સ્ક્રાઇબર્સને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ટ્રુ કૉલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 2GB ડેટા મળે છે.

219 રૂપિયા નહીં, હવે આટલા પૈસા ચૂકવવા પડશે…
આ પ્લાનના વધારા બાદ તે 219 રૂપિયાથી વધીને 265 રૂપિયા થઈ ગયો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળે છે અને આમાં દરરોજ 100 ફ્રી SMS મળે છે. ઇન્ટરનેટના રૂપમાં તેમાં 1 જીબી ડેટા આપવામાં આવે છે.

249 રૂપિયાના બદલે તમારે 299 રૂપિયા ખર્ચવા પડશે. 379 રૂપિયાના બદલે હવે 455 રૂપિયા ખર્ચવા પડશે. 598 રૂપિયાના બદલે 719 રૂપિયા ચૂકવવા પડશે. તેને 1498 રૂપિયાથી વધારીને 1799 રૂપિયા કરવામાં આવ્યો છે. 2498 રૂપિયાના પ્લાનની કિંમત હવે 2999 રૂપિયા થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *