મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હજુ પણ અન્ય 8 ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ શકે છે.
મણિપુરમાં કોંગેસ પાર્ટીના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, મણીપુરના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદદાસ કોન્થુજમે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. જેને લઈને અન્ય શક્યતાઓ સેવાઈ રહી છે કે કોંગ્રેસના અન્ય આઠ ધારાસભ્યો બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડીને ભગવો ધારણ કરી શકે છે.
મણીપુરના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદદાસ કોન્થુજમ વિષ્ણુપુર સીટ પરથી છ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. ગોવિંદદાસ કોન્થુજમ ડિસેમ્બર 2020માં મણીપુર એકમના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જયારે આવતા જ વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે જેને લઈને કોંગ્રેસ માથે સંકટના વાદળો ઘેરાય ગયા હોય તેવું લાગી રહ્યું છે.
વર્ષ ૨૦૧૭ માં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ મણીપુર વિધાનસભા ચુંટણીમાં જીત મેળવી હતી. સાથે સાથે આ વખતે ભાજપે દાવો કર્યો છે કે તે 60 સીટો પર વિજય મેળવીને ફરી સતામાં આવશે. ભારતીય જનતા પાર્ટી એનપીએફ, એનપીપી અને 3 નિર્દલીયના સમર્થનથી ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જેને લીધે કુલ 36 ધારાસભ્યો છે.
જયારે કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ 2017ની ચૂંટણીમાં ભાજપથી વધારે સીટ મેળવવામાં સફળ થઇ હતી અને કોંગ્રેસે 28 સીટો જીતી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 21 સીટો પર જીત મેળવી હતી. હાલમાં વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે 25 ધારાસભ્ય છે અમેં કોંગ્રેસની પાસે કુલ 17 ધારાસભ્યો છે. સંસદમાં કુલ 4 સીટો ખાલી પડેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.