બિગબોસ-14 ની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન સાથે શો ને એક નવો વળાંક મળ્યો છે. બધા સ્પર્ધકો આ શોમાં જોડાયા છે, પરંતુ અહી રાધે માંએ સૌથી મોટો ટ્વિસ્ટ લાવ્યો છે. રવિવારનો એપિસોડ એકદમ રસપ્રદ રહેશે.
બિગબોસ-14 ના એપિસોડનો પ્રોમો જાહેર થયો છે, જેમાં રાધે માં ઘરના તમામ સ્પર્ધકો સાથે જોવા મળી રહી છે. તેમના પ્રવેશ પર ઘરના બધા સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું.અને તે વખતે બધા ‘રાધે માં’નો નારો લગાવતા જોવા મળ્યા. રાધેમાને બિગબોસનું આ ઘર ખુબ ગમ્યું છે. અહીં આવતાની સાથે જ તેણે સ્પર્ધકોને ઉપદેશ આપતા કહ્યું, “જે બાળક પર માતા ખુશ થાય છે, તે બાળક પણ ખુશ થઈ જાય છે.”
રાધેમાંની આ વાત થી દરેક તેના આશીર્વાદ લેવા જાય છે. પ્રોમોમાં સિદ્ધાર્થ શુક્લ માથું ઝૂકાવી અને આશીર્વાદ લેતો જોઇ શકાય છે. તો રાધેમાંની વાતો રવિવારના આ એપિસોડમાં રસપ્રદ બની રહી છે, તેનો અંદાજ પ્રોમો પરથી જ લગાવી શકાય છે. બિગ બોસનું ઘર જોઇને રાધેમાં ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે આ વખતે શો ખુબ સારૂ પ્રદર્શન કરશે.
રાધેમાનો જય જયકાર શો ગુંજતો જોવા મળ્યો હતો.તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ બિગ બોસ તેમને બોલાવે છે ત્યારે તે અચૂક આવશે.તમને જણાવી દઈએ કે, રાધે માં શોમાં કોઈ સ્પર્ધક તરીકે નથી આવી. જ્યાંરે સિદ્ધાર્થ શુક્લા વિશે વાત કરીએ તો , આ વખતે તે હિના ખાન અને ગૌહર ખાન સાથે શોના સ્પર્ધકોમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા બજાવશે છે. પહેલા દિવસે ત્રણેય વિશેષ પ્રેક્ષકો બન્યા હતા, જે આ ઘરમાં સ્પર્ધકોના પ્રવેશ અંગે નિર્ણય કરી રહ્યા હતા. સિદ્ધાર્થની સાથે ઘરમાં આવેલા લગભગ તમામ સ્પર્ધકોએ તેમના આક્રમક સ્વભાવને તેનો નકારાત્મક મુદ્દો ગણાવ્યો હતો. જોકે, સિદ્ધાર્થ સ્પર્ધકોની આ બાબતોથી નારાજ નહોતો.
ગૌહર અને હિના સાથે મળીને તેણે સ્પર્ધકોની કસોટી પણ લીધી હતી. જસ્મિન ભસીનને તેના માથા પર બોટલ ફોડવામાં આવી હતી, તેના વાળ કપાવમાં આવ્યા હતા. જો કે, આ બધું ફક્ત તેમની પ્રતિક્રિયા જોવા માટે કરવામાં આવી હતી, જેમાં જસ્મિન પાસ થઈ ગઈ.
ત્યાં સ્પર્ધકોમાં પહેલા જ દિવસે કેટફાઇટ શરૂ થઈ. તેની શરૂઆત જસ્મિન ભસીન અને નીક્કી તંબોલીથી થઈ હતી. બંને વચ્ચે વાસણ ધોવા અંગે ઝઘડો થયો હતો, ત્યારબાદ તે બંને રડતા જોવા મળ્યા હતા. શોમાં કુલ 11 સ્પર્ધકો છે. તે શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્યે કલર્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. તથા તમે તેને સોમવારથી શુક્રવાર સુધી 10:30 વાગ્યે જોઈ શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle