ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

દયાભાભી બાદ હવે આ દિગ્ગજ અભિનેતા કહેશે “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”ને અલવિદા?

TVની દુનિયામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલનો ડંકો ઘરે-ઘરે વાગી રહ્યો છે. આ સિરિયલ કરોડો લોકોને ભરપુર હાસ્ય પુરૂ પાડી રહી છે. તો તેની સામે શોના દરેક પાત્રો પણ તેની સાથે આત્મીયતાથી જોડાઈ ગયાં છે. જો કે આ શોમાં છેલ્લા કેટલાક સમયગાળાથી દયા ભાભી એટલે કે દિશા વાકાણીના શોમાં પાછા આવવાને લઈને ચર્ચામાં છે.

ત્યારે હવે વધુ એક પાત્ર આ સિરિયલ છોડવાની ફિરાકમાં છે.રીપોર્ટના જણાવ્યા પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સોઢીનું પાત્ર નિભાવનાર ગુરૂચરણસિંહ શો છોડવાનું મન બનાવી ચુક્યાં છે. આવું સુત્રો જણાવી રહ્યા હતા. તેના પર શોના પ્રોડ્યુસર આસીતકુમાર મોદીએ નિવેદન આપ્યું છે.

તેમણે મિડિયા રિપોર્ટમાં જણાવતા કહ્યું છે કે,ગુરૂચરણે વ્યક્તિગત કારણોના લીધે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે શૂટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પ્રોડકશન હાઉસને પોતાના શો છોડવાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. સાથે જ આ સંબંધે સોઢીના પુત્રએ પ્રોડક્શન હાઉસને એક પત્ર પણ આપ્યો છે.શોના પ્રોડ્યુસર આસીતકુમાર મોદી એ ગુરૂચરણસિંહના શો છોડવાની વાત ઉપર જવાબ આપ્યો.

સ્પોટબ્વોયે જ્યારે તેને કહ્યું ત્યારે તેણે કહ્યું કે આ વાતની મને ખરેખર ખબર નથી. આ વાત ક્યાંથી ફેલાવવામાં આવી રહી છે. મને ગુરૂચરણસિંહ તરફથી કોઈ પત્ર મળ્યો જ નથી. હાલ તો હું શો ના લેખનમાં વ્યસ્ત છું, અને અમારા શૂટીંગને ફરીથી શરૂ કરવાની તારીખનો નિર્ણય કરવામાં લાગ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: