સુરત(Surat): અમરોલી(Amaroli) વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલ(Anjani Industrial)માં કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર સુરત શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સમગ્ર હત્યાની ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતા કારખાના માલિકના પરિવારજનો હોસ્પિટલ બહાર પહોંચી ગયા છે અને ઝડપથી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે. નોકરીમાંથી કાઢી મૂકતા હત્યા કરી હોવાનું પ્રથમ તારણ સામે આવ્યું છે.
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત,અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર….#surat #amroli #police #news #breakingnews #gujarat #trishulnews pic.twitter.com/rSkxlPpVQe
— Trishul News (@TrishulNews) December 25, 2022
ત્રિપલ મર્ડર કેસમાં આવ્યો સૌથી મોટો વળાંક:
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. ઘટના બાદ કારખાના માલિકના પરિવારજનો દ્વારા આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ હત્યાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
જાણો શું છે સમગ્ર મામલો:
અમે તમને જણાવી દઈએ કે, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલ છે. જેમાં આજે મારામારીની ઘટના સર્જાઈ હતી. કારખાનાના માલિક પર બે કારીગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ ધોળકીયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાના દર્દનાક મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર, વેદાંત ટેક્સોના માલિક કલ્પેશ ધોળકીયા દ્વારા આજે તેમના જે કારીગરો છે તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જેને લઈને છુટ્ટાહાથે મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં કલ્પેશ પર કારીગરો દ્વારા જ હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં કલ્પેશને બચાવવા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ આવ્યા હતા અને તેમને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. કલ્પેશ સહિત ત્રણેયની હત્યા કરી કારીગરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, ધારાસભ્ય વીનુ મોરડિયા અને કુમાર કાનાણી સહિતના નેતાઓ હોસ્પિટલ આવી પહોચ્યા હતા. બીજી બાજુ આ ઘટનાને લઈને સુરત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસની જુદી જુદી ટીમો દોડતી થઇ ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે અને બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.