ટ્રક-એમ્બ્યુલન્સની ભયંકર ટક્કર, દર્દી સહિત ચાર નાં મોત

બિહારના નાલંદા જિલ્લાના ચાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે 2 વાગ્યે એક એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતા આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ત્રણ અન્ય ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચંડીના પોલીસ સ્ટેશનના પ્રભારી રીતુ રાજએ સોમવારે આઈએએનએસને જણાવ્યું હતું કે, ચૈનપુરા ગામમાં રહેતા વીરુ પાસવાનની પત્ની શોભા દેવી રવિવારે મોડી રાત્રે છત પરથી પડી હતી. તેને સારવાર માટે બિહારશરીફ સદર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેમને અહીંથી રેફર કરવામાં આવ્યા હતા.

એમ્બ્યુલન્સ ચાલક દર્દીને પટણા લઈ જઇ રહ્યો હતો, ત્યારે એમ્બ્યુલન્સના ચાલકે બિહતા-સરમેરા રોડ પર ગૌડાપર ગામ પાસે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પાછળથી રસ્તા પર ઉભેલી એક ટ્રકને ટક્કર મારી હતી.

તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ શોભા દેવી (30), તેનો પતિ વીરૂ પાસવાન (32), સુદામા પાસવાન (26) અને આશા દેવી (25) તરીકે થઈ છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે બિહારશરીફની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની હાલત જોખમની બહાર હોવાનું જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *