બિહારને પાંચ નદીઓ ઉપર ખતરો મંડરાઇ રહ્યો છે. અને ૧૦ જિલ્લાઓ ની સીટી ગંભીર છે. સૌથી વધુ સીતામઢી જિલ્લો પ્રભાવિત થયો છે. અહીંયા કદાચ 11 લાખ લોકો પ્રભાવિત થયા છે. પડોશમાં આવેલો દેશ નેપાળમાં પૂરના કારણે 60 લોકોની મોત થઇ છે.
બિહારના 10 જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર બની ચૂકી છે. પૂર માં 32 લોકોની મોત થઇ ચૂકી છે. જ્યારે 55 જિલ્લાઓમાંથી 18 લાખ લોકો આ પુર ને લઈને ચિંતામાં જોવા મળી રહ્યા છે. આકાશવાણીના રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય જિલ્લા આયોગે કહ્યું છે કે વધુ વરસાદના કારણે બાગમતી,ગાંડક,મહાનંદા અને કમલા નદીઓ ઉપર ખતરો વધી ગયો હતો.
આ નદીની સપાટી ખૂબ જ ઓછી જોવા મળી રહી હતી. જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પહેલાથી જ પૂર આવવા ના સમાચારો મળી ચુક્યા હતા. પુર થી સીતામઢી, શિહોરી,મધુબની અને પૂર્વ ચંપારણ જિલ્લામાં ખૂબ જ વધુ તબાહી મચી ગઈ છે. ઉત્તર બિહારની નદીઓમાં પુરાવા ના કારણે કેટલાય પુલમાં તિરાડો જોવા મળી રહી છે.
પૂરના કારણે 55 જિલ્લાઓમાં 18 લાખ લોકો પરેશાન થઈ રહ્યા છે. 40 હજારથી વધુ લોકોને રાહત મળે તે માટે શિહોર માં પહોંચાડવામાં આવ્યા છે. પૂર હોવાના કારણે અન્ય વિસ્તારો પર જાઓ લોકો માટે અસંભવ બની ચૂકયું છે. કેટલાય લોકો પુર માં બચવા માટે ઊંચા સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે. એનડીઆરએફ દ્વારા ટીમ બનાવીને લોકોને ઘરમાંથી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું અભિયાન શરૂ કરી દેવાયું છે. જેના દ્વારા ઘણા લોકોના જીવ બચી ગયા છે. અન્ય વિસ્તારોમાં 45453 લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 156 ડોક્ટર દ્વારા ત્યાંના લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે, સૌથી વધુ પુરનું આક્રમણ સીતામઢી જિલ્લામાં જોવા મળી રહ્યું છે. સીતામઢી જિલ્લા માથી હાલમાં ૩૨ લોકો નો મૃત્યુ થઈ ચૂક્યું છે. અને 11 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સીતા મઢી ની દરેક સ્કૂલ અને શિક્ષણ સંસ્થાઓ 22 જુલાઇ સુધી બંધ કરી દેવાનું એલાન કર્યું છે. ત્યારબાદ પાંચ લાખ લોકો પૂર નો સામનો કરી રહ્યા છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ પરિસ્થિતિ જણાવવામાં આવી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી દ્વારા દરભંગા મધુબની શિહોરી સીતામઢી અને પૂર્વ ચંપારણ જિલ્લામાં વસતા લોકોની સહાય કરવા નો આદેશ આપ્યો છે. રાજ્યમાં આઠ દિવસથી થઈ રહેલા સતત વરસાદના કારણે આજુબાજુના વિસ્તારોમાં પૂર નું વાતાવરણ સર્જાયું છે.
અહીંયા જોકે આ ઘટના દક્ષિણ ભાગોમાં બની છે. પછી આ રાજપીપરા,આમગાહી, ટેકની જેવા અન્ય વિસ્તારોમાં પણ પાણી ફેલાયેલું જોવા મળી રહ્યું છે. રજવા પૂરની સ્થિતિ સર્જાયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આ સમગ્ર ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. તેમના દ્વારા ઘણા લોકોને આ પૂરમાં રાહત મળે તે માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
#Bihar: Flood water inundated several new areas in West Champaran, East Champaran, Katihar, Muzaffarpur, Saharsa, Supaul, Bhagalpur and Purnea district. All schools, educational institutions closed till 20th July in #Sitamarhi. pic.twitter.com/coVvpEe6vn
— All India Radio News (@airnewsalerts) July 14, 2019
નેપાળમાં વરસાદ પછી પુર નું વાતાવરણ સર્જાયું.
નેપાળમાં સતત વરસાદના કારણે પૂર અને ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 60 લોકોની મોત થઇ ચૂકી છે. અને 138 લોકો ઘાયલ થયેલા છે. સતત વરસાદના કારણે મધ્ય નેપાળ અને પૂર્વ અને પણ માં વસતા લોકો ના માથે ખતરો પહેલીથી જ જોવા મળતો હતો.
મંગળવાર થી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે 25 થી વધુ જિલ્લાઓમાં પાણી ફરી વળ્યું છે. અને જેમાં 10385 પરિવાર ની દોડધામ શરૂ થઈ ચૂકી છે. મોસમ વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું હતું કે આ જિલ્લા માં વધુ વરસાદ થઈ શકે છે. જય અનુમાન સાચું કર્યુ હોવાનું જણાઈ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.