કહેવાય છે કે જો સાચો પ્રેમ હોય તો કોઈ ક્યારેય કોઈથી અલગ થઈ શકતું નથી. ત્યારે બિહાર(Bihar)ના પૂર્ણિયા(Purnia)માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, અહીં એક વ્યક્તિએ તેની પત્નીના મૃત્યુ પછી પણ તેની રાખ સાચવી રાખી છે. કારણ કે પતિ-પત્નીએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા(Pledge) લીધી હતી. આ જોઈને એ સત્ય માનવું ખોટું નહીં હોય કે પ્રેમને કોઈ સીમા નથી હોતી.
અહીં સ્થિત સિપાહી ટોલાના રહેવાસી વરિષ્ઠ સાહિત્યકાર(Senior Literary Writer) ભોલાનાથ આલોક(Bholanath Alok) છેલ્લા 32 વર્ષથી આ પ્રેમની લાગણી સાથે જીવી રહ્યા છે. તેણે તેની પત્નીની રાખ તેના ઘરના આંગણાની બહાર લટકાવી રાખી છે. તેમની ઉંમર અત્યારે 90 વર્ષની છે. તેમણે તેમના બાળકોને તેમના મૃત્યુ પર આ રાખ સાથે વિદાય આપવા કહ્યું છે.
પત્નીનું 32 વર્ષ પહેલા જ અવસાન થયું હતું:
મળતી માહિતી અનુસાર ભોલેનાથ આલોકની પત્નીનું 32 વર્ષ પહેલા અવસાન થયું હતું, પરંતુ તેમની રાખ હજુ પણ તેમના આંગણામાં એક ઝાડ પર લટકેલી છે. અતૂટ પ્રેમના કારણે બંનેએ સાથે જીવવાની અને સાથે મરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેના પતિનું કહેવું છે કે, તેની પત્નીએ કહ્યું હતું કે તે સુહાગન જ મરવા માંગે છે, પરંતુ તે થઈ શક્યું નહીં. તેથી જ તેની રાખ ઝાડ પર લટકાવવામાં આવી છે.
25 સપ્ટેમ્બરે અવસાન થયું:
ભોલેનાથનું કહેવું છે કે તે દરરોજ તેની પત્નીની રાખની પૂજા કરે છે. તેમજ તે પોતાના બાળકોને પણ કહે છે કે, તેમના મૃત્યુ પછી તેમને આ રાખ સાથે વિદાય કરે. 25 સપ્ટેમ્બર 1990ને યાદ કરીને ભોલેનાથ ખૂબ જ દુઃખી થઈ જાય છે. કારણ કે આ દિવસે તેમની પત્નીનું અવસાન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.