માતા-પિતા સહીત હજારો લોકોના હૈયાફાટ રુદન વચ્ચે ગ્રીષ્માના ભાઈએ એકની એક બહેનની ચિતાને આપી મુખાગ્નિ

સુરત(SURAT): આજે વહેલી સવારે 9:30 કલાકે ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya) ની ઘરથી સ્મશાન સુધી અંતિમયાત્રા કાઢવામાં આવી છે. ગ્રીષ્માને દુલ્હનની જેમ તૈયાર કરી હતી. જ્યારે…

સુરત(SURAT): આજે વહેલી સવારે 9:30 કલાકે ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya) ની ઘરથી સ્મશાન સુધી અંતિમયાત્રા કાઢવામાં આવી છે. ગ્રીષ્માને દુલ્હનની જેમ તૈયાર કરી હતી. જ્યારે અંતિમ વાર પરિવારના સભ્યો ગ્રીષ્મા દીકરીને દુલ્હનના રૂપમાં જોઈ રહ્યા હતા, ત્યારે વાતાવરણમાં ચારે તરફ શોકનો માહોલ છવાયો હતો. માતા ગ્રીષ્માને દુલ્હનના રૂપમાં જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા.

સમાજની દિકરીની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા છે. કેટલાય આગેવાનો સહિત ઘણા યુવાનો વહેલી સવારે ગ્રીષ્માની અંતિમયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈ રહી છે. ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી. સમાજના દરેક લોકો દિકરીને ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું.

આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ગ્રીષ્માની અંતિમ સફર શરૂ પૂરી ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. માતા-પિતા સહીત હજારો લોકોના હૈયાફાટ રુદન વચ્ચે ઇજાગ્રસ્ત ભાઈએ એકની એક બહેનની ચિતાને આપી મુખાગ્નિ આપી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. અંતિમ યાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે.

છેલ્લી વાર પોતાની દીકરીને જોતા, ગ્રીષ્માની માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ક્યારેય નહોતું વિચાર્યું કે, આટલી નાની ઉંમરે ગ્રીષ્મા પરિવારના સભ્યોને છોડીને આવી રીતે જતી રહેશે. મોટી સંખ્યામાં લોકો આજે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેમા તેમણે તેને ભાવભીની વિદાય આપી હતી. યાત્રામાં જેટલા પણ લોકો હાજર રહ્યા હતા દરેકની આંખમાં પામી જોવા મળ્યા હતા. ખાસ કરીને ગ્રીષ્માના પરિવાર ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી પરિસ્થિતીમાં જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *