બિહારમાં આવેલ મુઝફ્ફરપુરમાં પત્નીની કોરોના પોઝિટિવ રિપોર્ટ સાંભળીને પતિને હાર્ટએટેક આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ પતિનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પછી ગામલોકો દ્વારા એમ્બ્યુલન્સમાંથી મૃતદેહને નીચે ઉતરવાની પરવાનગી ન હતી.
આ સંદર્ભે વહીવટી તંત્રને જાણકારી આપવામાં આવી હતી. વહીવટી અધિકારીઓ તથા સ્થાનિક વડાના સહયોગથી મૃતદેહને જેસીબી દ્વારા દફનાવી દેવામાં આવ્યો હતો.મૃતકની પત્નીને તુર્કીની કોવિડ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મુઝફ્ફરપુરનાં સરૈયામાં કુલ 60 વર્ષીય વ્યક્તિની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાંભળીને જ તેના પતિને હાર્ટ એટેક આવ્યો હતો તથા તેનું અવસાન પણ થયું હતું.મૃતકની ઓળખ મુરલીધર ઠાકુર તરીકે થઈ છે, જે સરૈયા બ્લોકમાં આવેલ આનંદપુર ગાંગોલિયા ગામનો રહેવાસી છે.
મૃતકની પત્ની કોરોના પોઝીટીવ આવી હતી. જ્યારે મૃતક મુરલીધર ઠાકુરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મુરલીધર ઠાકુરની તબિયત બગડવાની શરૂઆત થતાં જ એની પત્ની કોરોના પોઝિટિવ થઈ ગઈ હતી. ત્યારપછી એને સારવાર માટે S.K.M.C માં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવારની શરૂઆત થતાં પહેલાં જ તેનું પણ મોત નીપજ્યું હતું.
ત્યારપછી મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે લાવવામાં આવ્યો હતો. અહીં ગ્રામજનોએ તેનાં મૃતદેહને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવા દીધો ન હતો. મૃતદેહ કુલ 7 કલાકથી એમ્બ્યુલન્સમાં પડેલો રહ્યો. મૃતકનો પુત્ર જયપુરમાં રહે છે તથા પરિવારે આ બાબતની વહીવટી તંત્રને જાણ પણ કરી હતી.
માહિતી મળતાંની સાથે જ સરૈયા BDO ટીમની સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક વડાની મદદથી મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. જિલ્લા જનસંપર્ક અધિકારી કમલસિંહે જણાવતાં કહ્યું, કે આનંદપુર ગંગોલિયામાં કુલ 60 વર્ષીય મુરલીધર ઠાકુરનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.
પરંતુ એની પત્ની કોરોના પોઝિટિવ હતી. તેથી ગામલોકો એની ડેડબોડીની પાસે ગયા ન હતાં. જેની વહિવટી તંત્રને માહિતી મળ્યા પછી સ્થાનિક BDO એ જેસીબી દ્વારા મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP