લગ્ન કર્યાનાં ત્રણ મહિના બાદ જ દુલ્હન પ્રેમી સાથે ભાગી ગઈ- ઘરેથી ભાગવા રચ્યું એવું ષડયંત્ર કે, જાણીને…

લગ્ન કર્યા પછી કોઈ દુલ્હન ભાગી ગઈ હોય તેવા દૃશ્યો અનેક ફિલ્મોમાં જોવા મળતા હોય છે, ક્યારેક આવા કિસ્સામાં સમચારોમાં પણ આવતા હોય છે. આવો…

લગ્ન કર્યા પછી કોઈ દુલ્હન ભાગી ગઈ હોય તેવા દૃશ્યો અનેક ફિલ્મોમાં જોવા મળતા હોય છે, ક્યારેક આવા કિસ્સામાં સમચારોમાં પણ આવતા હોય છે. આવો જ એક કિસ્સો બિહારમાં (Bihar) સામે આવ્યો છે કે, જ્યાં લગ્નના 3 મહિના પછી જ એક યુવતી પોતાના પરિવાર તથા સાસરિયા એમ બંને પક્ષોના આંખમાં ધૂળ નાખીને ભાગી ગઈ છે.

પતિને છોડીને પ્રેમીની સાથે ભાગવાની આ ઘટના બિહટા પોલીસ સ્ટેશનની છે કે, જ્યાં એક નવોઢાએ આ ઘટનાને ખૂબ ચાલાકીથી અંજામ આપવામાં આવ્યો છે. લગ્ન કર્યા પછી તેના હાથમાં લાગેલ મહેંદીનો રંગ હજુ પૂરેપૂરો છુટ્યો ન હતો કે તે પોતાના પ્રેમીની સાથે ફરાર થઈ ગઈ.

દુલ્હન પ્રેમી સાથે ફરાર થયા બાદ પીડિત પરિજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત ફરિયાદ કરીને યુવતીને શોધી કાઢવા માટેની અરજી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કેસ નોંધીને યુવતી તેમજ તેના પ્રેમીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હદ તો ત્યારે થઈ કે, જ્યારે ઘટનાથી અજાણ દુલ્હનના સાસરિયા પક્ષે પિયરના સભ્યને કોલ કરીને જણાવ્યું હતું કે, પુત્રવધૂને વહેલી તકે પરત મોકલી આપો.

ત્યારપછી તો યુવતીના પરિજનોની સ્થિતિ વધારે કફોડી બની હતી. બિહટાની રહેવાસી યુવતીના લગ્ન ભોજપુર જિલ્લામાં 29 મે 2021 ના રોજ થયા હતા. લગ્ન કર્યા બાદ, યુવતી રક્ષાબંધનના દિવસે ગોકુલપુર ગામમાં તેના મામાના ઘરે પહોંચી હતી. શુક્રવારની સાંજે તે માતાની સાથે બજારમાં ખરીદી કરવા માટે પટણા ગઈ હતી.

આ દરમિયાન, યુવતીએ તેની માતાને એક જગ્યાએ બેસાડીને જણાવ્યું હતું કે, તે જલ્દી આવી રહી છે. ત્યારબાદ યુવતી તેના પ્રેમીની સાથે ભાગી ગઈ હતીં. જ્યારે ખુબ લાંબા સમય પછી યુવતી પાછી ન આવતા તેની માતાએ પરિવારને આ અંગેની જાણ કરી દીધી હતી.

પરિવારજનોએ આ ઘટના અંગે બિહટા પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો છે તેમજ કહ્યું છે કે, ભોજપુર, અરરાહના કિશુનપુર ગામમાં રહેતા સિન્ટુ કુમારે યુવતીને ફસાવી છે. અરજદારનું જણાવવું છે કે, સિન્ટુ કુમાર લગ્ન પહેલા દીકરીની સાથે વાત કરતો તેમજ તેમને વિશ્વાસ છે કે, સિન્ટુએ જ મારી દીકરીને લાલચ આપીને ફસાવવાનું કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *