બિહારના બસતર ગામમાં લગ્ન કરવા આવેલા દુલ્હો દુલ્હનને છોડીને ફરાર ગયો હતો. જાન દરમિયાન જાનૈયા અને ગ્રામીણો વચ્ચે જોરદાર મારામારી થઈ ગઈ હતી. આ ઘટના ગુરુવારેની છે. મારામારીમાં ચપ્પાબાજી દરમિયાન દુલ્હાના ભાઈને ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા જ દુલ્હો અડધી વિધિએ મંડપ છોડીને ભાગી ગયો હતો.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, બિસતપુર રહેવાસી વકીલ બૈઠાની પુત્રી પિંકીના લગ્ન બેલૌર ગામ રહેવાસી રામ અયોધ્યા બૈઠાના પુત્ર રાજન બૈઠા સાથે સાથે નક્કી થયા હતા. ગુરુવારે દ્વારપૂજા અને કન્યા નિરીક્ષણ બાદ લગ્નની રસમ ચાલું થઇ હતી. તે દરમિયાન જાનૈયાઓ અને ગ્રામીણ લોકો વચ્ચે ડાન્સ જોવા બાબતે જોરદાર મારામારી અને ચપ્પાબાજી થયી ગઈ હતી. દુલ્હાના ભાઈને ચપ્પુ વાગતા જ ચારે બાજુ હોબાળો મચી ગયો હતો.
ઘાયલને સારવાર માટે પીએચસી પાનાપુર લઈ ગયા હતા. ત્યારબાદ ઘાયલની સિવિલમાં સારવાર ચાલી રહી છે. મુકેશ બેઠાની સ્થિતિ ગંભીર છે. ઘટનાની જાણ થતા તરત જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળ પહોંચી આવી હતી.
ગુરુવારે દ્વારપૂજા બાદ દુલ્હા રાજન અને દુલ્હન પિંકી એક સૂત્રમાં બંધાવવા માટે લગ્નમંડપમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. પરંતુ બે ભાઈઓને ચપ્પુ વાગવાની વાત જાણતા જ દુલ્હો રાજન લગ્નની રસમ પડતી મુકીને વાયો ગયો હતો. આ દરમિયાન દુલ્હો પણ ઘાયલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.