બિહાર(Bihar)માં આર્મી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA)નું નાનું એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીને કારણે ક્રેશ(Aircraft crash) થયું હતું. ગયા જિલ્લાના બોધ ગયા બ્લોક હેઠળના બગદહા(Bagdaha) ગામમાં પ્લેનને જમીન પર ક્રેશ થતું જોઈને ગામલોકો ખેતરમાં પહોંચ્યા અને પાયલટોને સુરક્ષિત બહાર કાઢ્યા. પ્રત્યક્ષદર્શી સ્થાનિક ગ્રામીણ દેવાનંદ ચૌધરીએ જણાવ્યું કે, તેણે આર્મી પ્લેનને અચાનક ખેતરમાં પડતું જોયું. વિમાનમાં સવાર બે પાઈલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ગયા ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર બંગજીત સાહાએ પત્રકારોને જણાવ્યું હતું ,કે OTA પ્લેન શુક્રવારે ટેક-ઓફ કર્યા પછી નિયંત્રણની બહાર થઈ ગયું હતું અને પાઈલટે કટોકટીની સ્થિતિમાં પ્લેનને લેન્ડ કર્યું હતું. તેમણે કહ્યું કે ટેકનિકલ તપાસ બાદ ઈમરજન્સી લેન્ડિંગનું કારણ જાણી શકાશે.
ગયા-બોધ ગયા મુખ્ય માર્ગ પર પહરપુર ગામ નજીક સ્થિત આર્મી કેન્ટ એરપોર્ટ નજીક નિયમિત તાલીમ દરમિયાન વિમાને ઉડાન ભરી હતી. તેણે કહ્યું કે થોડી જ વારમાં સેનાના ઘણા જવાનો આવ્યા અને એરક્રાફ્ટના પાર્ટસને ખોલીને એક વાહનમાં લઈ ગયા. ચૌધરીએ જણાવ્યું કે જ્યાં પ્લેન પડ્યું તે જગ્યા બોધ ગયા બ્લોકના બગદહા ગામની બેલી આહર કહેવાય છે.
આપણે સૌએ ટ્રેન અને પ્લેનને ધક્કા લગાવવાની વાત તો કદાચ સાંભળી જ હશે અને કદાચ અનુભવ પણ થયો હશે, પણ શું તમે ક્યારેય પ્લેનને એક જગ્યાથી અન્ય જગ્યાએ લઈ જતા હોય તેવા લોકોને જોયા છે. નહિ જોયા હોય, અહીં લોકોએ સૌ સાથે મળી ખભેખભો મિલાવી આર્મીના ક્રેશ થયેલા પ્લેનને ખેતરમાંથી ઉપાડી બહાર મુખ્ય માર્ગ સુધી લઈ ગયા હતા. સૌ લોકોએ ‘જોર લગાકે હઈશા’ બોલ્યા અને પ્લેનને ખભા ઉપર ઉઠાવી લીધું અને વિમાનને તેના મુખ્ય માર્ગ સુધી પહોંચાડી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.