સેક્સ રેકેટનો પર્દાફાશ- મકાનમાં સબંધ બાંધતા પકડાયા તો બની ગયા ભાઈ-બહેન અને સબંધી

Bihar sex racket: બિહારના ઘણા જિલ્લાઓમાં પોલીસ સેક્સ રેકેટ ચલાવનારાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. પરંતુ તો પણ અમુક જગ્યાએ પોતાની હવસ પુરી કરવા…

Bihar sex racket: બિહારના ઘણા જિલ્લાઓમાં પોલીસ સેક્સ રેકેટ ચલાવનારાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. પરંતુ તો પણ અમુક જગ્યાએ પોતાની હવસ પુરી કરવા માટે લોકો સુધરવાનું નામ લઇ રહ્યા નથી.ત્યારે પોલીસે નાલંદાના બિહાર( Bihar sex racket ) પોલીસ સ્ટેશન હેઠળના પટેલ નગર વિસ્તારમાં દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી.એક ઘરમાં સેક્સ રેકેટનો ધંધો ચાલતો હતો. સૌથી મોટી વાત એ છે કે આ બધું પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણસો મીટર દૂર થઈ રહ્યું હતું. જોકે, પકડાયા બાદ આ લોકોએ એવા સંબંધો વિશે જણાવ્યું કે પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.

દરોડામાં સ્થળ પરથી પાંચ લોકો ઝડપાયા હતા
કહેવાય છે કે અહીં સેક્સ રેકેટનો ધંધો સરળતાથી ચાલતો હતો પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસને તેની જાણ નહોતી. પરંતુ કહેવાય છે કે ખોટું કામ ક્યારેકને ક્યારેકે તો બહાર આવે જ છે ત્યારે 112ની પોલીસ ટીમને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી. જે બાદ પોલીસે શનિવારે આ કાર્યવાહી કરી હતી. આ દરોડામાં પોલીસે બે મહિલા અને ત્રણ પુરૂષોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પકડાયેલા લોકો સાથે શું સંબંધ છે?
સેક્સ રેકેટમાં ઝડપાયા તો સંબંધોના બહાના
બિહારના નાલંદામાં એક મકાનમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાં પોલીસ મકાનમાં દરોડો પાડ્યો હતો અને દરોડામાં 5 કપલો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પરંતુ પોલીસે નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે સેક્સ કરતાં ઝડપાયેલા બે કપલોએ તો સંબંધોની દુહાઈ આપી. બે કપલોએ એવું કહ્યું કે અમે તો ભાઈ બહેન છીએ એક કપલે એવું કહ્યું કે તેઓ સંબંધમાં જીજા-સાળી થાય છે.

મકાન માલકણ ચલાવી રહી હતી સેક્સ રેકેટ
નાલંદામાં મકાનમાં ખુદ મકાન માલકણ સેક્સ રેકેટ ચલાવી રહી હતી. પોલીસે તેને પણ ઝડપી છે. પડોશીઓને ઘણા સમયથી શંકા પડતી હતી કે મકાનમાં કંઈ અજુગતું બની રહ્યું છે. તેથી તેમણે પોલીસને ખાનગીમાં જાણકારી આપી દીધી હતી. 112 પોલીસ ટીમમાં સામેલ મહિલા પોલીસકર્મી નિભા કુમારીએ જણાવ્યું કે પટના કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી. જે બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. બંધ રૂમમાંથી બે મહિલા અને ત્રણ પુરૂષોની અટકાયત કરવામાં આવી છે. તમામને બિહાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. તપાસ ચાલી રહી છે. રૂમમાંથી ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. આનાથી સાબિત થાય છે કે અહીં સેક્સ રેકેટ ચાલતું હતું.