58 લોકોના મોત થતા મચ્યો હાહાકાર- રડતી આંખો, રૂંધાતા ગળા અને સ્મશાનમાં સળગતી ચિતાઓ…- જાણો શું છે સમ્રગ ઘટના

હાલમાં અનેક ઘરોમાં માતમ છવાય ગયો છે, મહિલાઓ સુહાગની નિશાનીઓ મિટાવીને હૈયાફાટ રુદન કરી રહી છે, પિતાનો પડછાયો ગુમાવનારા માસુમ બાળકો રડી રહ્યા છે અને જવાનજોધ દીકરાઓના મૃતદેહ જોઈને ઘરડી માતાઓની હાલત બગડી રહી, આ બધાનું એક માત્ર કારણ છે મોતની ‘પોટલી’. બિહાર(Bihar)ના સારણ(Saran) બાદ હવે સિવાન(Sivan)માંથી પણ ઝેરી દારૂ(Poisonous liquor)ના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. સિવાનના ભગવાનપુરમાં ઝેરી દારૂ પીવાથી 5 લોકોના મોત થયા છે. સિવાનમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો જ્યારે પડોશી સારણ જિલ્લામાં છપરામાં ઝેરી દારૂ પીવાથી 53 લોકોના મોત થયા.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ચાર લોકોના મોત ભગવાનપુરના બ્રહ્મસ્થાન પંચાયતના એક ગામમાં થયા છે. આ ગામ સારણમાં મશરકના બહરૌલીને અડીને આવેલું છે. સારણના મશરક અને ઇસુઆપુરમાં જ ઝેરી દારૂ પીવાથી 53 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બહરૌલી ગામના છે.

બે જિલ્લામાં 58ના મોત:
બિહારના બે જિલ્લા સારણ અને સિવાનમાં અત્યાર સુધીમાં કુલ 58 લોકોના મોત થયા છે. સારણના જહાં મશરક અને ઇસુપુર અને સિવાનના ભગવાનપુરમાં ઝેરી દારૂના કારણે અનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જો કે સિવાનનો આ વિસ્તાર મશરકની નજીક છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બંને જગ્યાએ મૃતકોએ એક જ જગ્યાએથી દારૂ પીધો હતો કે અલગ-અલગ જગ્યાએથી.

સારણમાં દારૂના કારણે થયેલા મોતની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તેમાં 31 પોલીસકર્મીઓ છે. આટલું જ નહીં આ મામલામાં મશરક પોલીસ સ્ટેશનના એસએચઓ અને સ્થાનિક ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય મરહૌરાના સબ ડિવિઝનલ પોલીસ અધિકારીની બદલીની ભલામણ કરવામાં આવી છે. તેમની સામે વિભાગીય તપાસની માંગ કરવામાં આવી છે. ડીએમ અને એસપીએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેમની પાસે આ અંગે જે પણ માહિતી હોય, તેઓ ડર્યા વિના આગળ આવે અને પોલીસને જાણ કરે.

બીજી તરફ પોલીસ આ મામલે સમગ્ર સારણ જિલ્લામાં દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા 126 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચાર હજાર લીટરથી વધુનો ગેરકાયદેસર દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *