ફિલ્મ ‘પઠાણ’ને લઈને રાજભા ગઢવી આકરા પાણીએ- વિડીયોમાં જુઓ શું કહ્યું 

ગુજરાત(Gujarat): ફિલ્મ ‘પઠાણ(Pathaan Controversy)’ના ગીત ‘બેશરમ રંગ’ સામેનો વિરોધ દિવસેને દિવસેચરમસીમાએ પહોંચી રહ્યો છે. ભાજપ, હિંદુ સેનાથી લઇને વિશ્વ હિંદુ પરિષદ એમ અનેક સંગઠનોએ દીપિકા પાદુકોણની બિકીની તેમજ ફિલ્મના કેટલાક ચિત્રો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે હવે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પણ પડી રહ્યા છે.

સેન્સર બોર્ડ પગલા લે નહીંતર અમે…: રાજભા ગઢવી
મહત્વનું છે કે, ગુજરાતમાં લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ ‘પઠાણ’નો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવનારી બોલિવૂડ ફિલ્મ પઠાણનો રાજકોટમાં વિરોધ શરૂ થઇ ગયો છે. ત્યારે આ મામલા અંગે રાજભા ગઢવીનું કહેવું છે કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ પર સેન્સર બોર્ડ દ્વારા પગલા લેવામાં આવે અને પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે આ ફિલ્મ અને ગીતને રિલીઝ પણ નહીં થવા દઈએ.’

અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી તરફ પઠાણ ફિલ્મને લઈને અધુરામાં હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. મુસ્લિમ સંગઠન દ્વારા પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, જ્યારે ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માંગ સાથે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં એવી માંગ પણ કરવામાં આવી છે કે, ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવી દેવા જોઈએ અને ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરવામાં આવે. આવી ફિલ્મો સેન્સર બોર્ડે પાસ કરે તે અગાઉ જોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *