Resignation of Vijapur MLA: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી કોંગ્રેસને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય(Resignation of Vijapur MLA) સી.જે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ડૉ.સી.જે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે.આપને જણાવી દઈએ કે,જયરાજસિંહ પરમારે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે.
વધુ રાજીનામા પડે તેવી શક્યતા
ઉત્તર ગુજરાતના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ચાલુ સપ્તાહમાં જ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે. આગામી એક જ સપ્તાહમાં આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામાં પડે તેવી સંભાવના છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસનું બળ તોડવા માંગે છે ભાજપ
ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે.
જ્યસભાની 4 પૈકી એક બેઠક પરથી ઉમેદવારી કરી સાંસદ બનાવી શકે
ધારાસભ્ય પદે રહેલા અને રાજીનામું આપનારા તમામ નેતાઓને ભાજપમાં આવકારવા માટે લોકસભા ચૂંટણી જાહેર થાય તે દરમિયાન એક મોટો સમારોહ રાખવામાં આવશે. મોઢવાડિયાને રાજ્યસભાના સાંસદ તરીકે લઇ જવાશે હાલ મોઢવાડિયા તેમના પક્ષની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. મોઢવાડિયાની નારાજગીને લઇને હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવા માટે સમય માગવામાં આવ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીની યાત્રાને કારણે તે મુદ્દો અટવાઇ રહ્યો છે. આ દરમિયાન જો મોઢવાડિયા રાજીનામું આપી દેશે તો તેમને ભાજપ આવતા એપ્રિલ મહિનામાં ખાલી પડી રહેલી રાજ્યસભાની 4 પૈકી એક બેઠક પરથી ઉમેદવારી કરી સાંસદ બનાવી શકે છે.
જોકે, હજી પણ પક્ષપલટાના લિસ્ટમાં બીજા નામ પણ હોવાનું કહેવાય છે. અર્જુન મોઢવાડિયા સહિત અન્ય કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube