ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)માં સડક નિર્માણમાં ભ્રષ્ટાચાર(Corruption)ની નવી તસવીર સામે આવી છે, જેમાં રોડના ઉદ્ઘાટન માટે જે શ્રીફળ વધેરવાનું હતું તે વધેરાયું નહિ, પરંતુ ત્યાં ઉદ્ઘાટન સમયે રોડ ચોક્કસપણે તૂટી ગયો હતો. હવે અધિકારીઓ આખો રોડ ચેક કરવાની વાત કરી રહ્યા છે.
આ ભ્રષ્ટાચારની કહાની યુપીના બિજનૌર જિલ્લાની છે, જ્યાં સિંચાઈ વિભાગ એક કરોડ 16 લાખના ખર્ચે નહેરના પાટા પર 7 કિલોમીટર લાંબો રસ્તો બનાવવાનો હતો. આ રસ્તો હલદૌરના મુખ્ય ચોકથી નવાડા તુલ્લા ગામ તરફ નહેરના પાટા પર બનાવવામાં આવ્યો હતો. આ ટ્રેકની મદદથી કડાપુર, ઝાલપુર, ઉલેધા અને હેમપુર દીપાને જોડવાના હતા.
આ રોડ 7 કિલોમીટરના બદલે માત્ર 700 મીટરનો બનાવાયો હતો કે વિભાગે સદરના ધારાસભ્ય મૌસમ ચૌધરીને 700 મીટરનો રસ્તો શરૂ કરવા માટે બોલાવ્યા હતા. ગઈકાલે સાંજે 4:00 વાગ્યે, સદરના ધારાસભ્ય તેમના પતિ ઐશ્વર્યા મૌસમ ચૌધરી સાથે રસ્તાનું લોકાર્પણ કરવા સ્થળ પર પહોંચ્યા હતા.
વિધિવત પૂજા કર્યા બાદ જ્યારે નારિયેળ તેમને તોડવા માટે આપવામાં આવ્યું ત્યારે તરત જ ધારાસભ્યએ રોડ પર શ્રીફળ વધેરીને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કર્યો તો શ્રીફળ તો ન વધેરાયું પરંતુ રોડ ચોક્કસપણે તે જગ્યાએથી તૂટી ગયો હતો અને કાંકરી ઉખડી ગઈ હતી. આ બાબતે ધારાસભ્ય નારાજ થઈ ગયા અને તેમણે રોડ લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ રાખ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.