હાલમાં ફરી એકવખત માર્ગ અકસ્માતની ઘટના ગુજરાતમાં આવેલ ભાવનગર જીલ્લામાંથી સામે આવી રહી છે. ભાવનગર જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ આજે સવારમાં તળાજા તાલુકામાં આવેલ પાંચપીપળા પાસે કન્ટેનરે બાઈક ચાલક દંપત્તિને અડફેટે લેતા પત્ની કિરણબેનનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યુ મોત થયું હતું.
જ્યારે પતિ મનોજભાઈને ગંભીર હાલતમાં તળાજાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને કારણે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા તેમજ પોલીસ પહોંચી ગઈ હતી. આની સાથે જ ટ્રાફિક જામ સર્જાયો હતો.
દંપતિ ફંગોળાઈને રસ્તા પર પટકાયું:
મળેલ જાણકારી પ્રમાણે ઘોઘા તાલુકામાં આવેલ તણસા ગામમાં રહેતા મનોજભાઈ છગનભાઈ તેમના પત્ની કિરણબેનને સાથે લઈ પોતાના બાઈક નં.GJ-04-DF-5865 લઈને તળાજા જઈ રહ્યા હતા ત્યારે પાંચપીપળા ગામ પાસે સામેથી આવી રહેલ કન્ટેનર નં.GJ-14-W-6448ના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક દંપતિ માર્ગ પર ફંગોળાઈને પટકાયું હતું. બન્નેને ગંભીર ઈજા પહોચતાં કિરણબેનનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે મનોજભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમને તળાજાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા.
અકસ્માતને કારણે ટ્રાફિક થતા પોલીસે ક્લિયર કરાવ્યો:
આ ઘટનાની જાણ થતાની સાથે જ તણસા, રાજપરા સહિત અન્ય ગામના કેટલાંક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતા. આની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોચી ગઈ હતી. અકસ્માતને કારણે થયેલા ટ્રાફીકને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કન્ટેનર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધવાની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle