ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું નીપજ્યું કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લાના પારડી(Pardi)થી નાનાપોંઢા(Nanapondha) જઈ રહેલા રસ્તા પર નેવરી(Nevri) ગામ ખાતે એક બાઈક ચાલકને પાછળથી પુરપાટ ઝડપે હંકારીને આવી રહેલા ટ્રક ચાલકે અડફેટે લેતા…

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લાના પારડી(Pardi)થી નાનાપોંઢા(Nanapondha) જઈ રહેલા રસ્તા પર નેવરી(Nevri) ગામ ખાતે એક બાઈક ચાલકને પાછળથી પુરપાટ ઝડપે હંકારીને આવી રહેલા ટ્રક ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાઈ જવા પામ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામના હનુમાન ફળિયામાં રહેતા 45 વર્ષના જવાહર નગીનભાઈ પટેલની ગાડી નંબર GJ-15-LL-2175 લઈને નેવરી ગામે કામકાજ માટે જવા નીકળ્યા હતા. આ દરમિયાન પારડીથી નાનાપોંઢા બાજુ જઈ રહેલા રોડ ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવતો અશોક લેલન્ડ ટ્રક નંબર GJ-03-W-7693ના ચાલકે ગફલત રીતે હંકારી જવાહરભાઈની બાઈકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાઈ જવા પામ્યો હતો.

આ અકસ્માતની ચકચારી ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમજ ટ્રક ચાલક ઘટનાને અંજામ આપીને ત્યાં જ ઉભો રહી ગયો હતો. સ્થાનિક લોકોએ ઘટના અંગે પારડી પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમને તેમજ જવાહર પટેલના પરિવારને કરવામાં આવી હતી. પારડી પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં હતી. અકસ્માત અંગેની ઘટનાની જાણ જવાહરભાઈ પટેલના પરિવાર અને સંબંધીને થતા તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, પારડી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પારડી CHC ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ વલ્લભભાઈ નગીનભાઈ પટેલે ટ્રક ચાલક મનીષ રાઘવભાઈ ઉમરખાણીયા રહે. રાજકોટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પારડી પોલીસ દ્વારા વલ્લભભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *