ફરી ઘરમાં બંધ થવું છે કે શું? ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ… આટલા કેસ- આંકડો જાણીને ચિંતા વધશે

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના(Corona) વાયરસના કુલ 3 લાખ 33 હજાર, 533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા…

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના(Corona) વાયરસના કુલ 3 લાખ 33 હજાર, 533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 92 લાખ, 37 હજાર 264 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ(Corona Case India)ના કારણે કુલ 525 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડ(Covid)ના કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 89 હજાર 409 લોકોના મોત થયા છે. આજના આંકડામાં કેરળના 62 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 21,87,205 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ ચેપના 5.57 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ ઘટીને 93.18 ટકા પર આવી ગયો છે.

જો કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2 લાખ 59 હજાર 168 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા ઓછા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ, 65 લાખ, 60 હજાર, 650 લોકોએ આ મહામારીને માત આપી છે.

દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે વધીને રેકોર્ડ 17.78 ટકા થઈ ગયો છે. સાપ્તાહિક હકારાત્મકતા દર પણ વધીને 16.87% થયો છે. અત્યાર સુધીમાં (22 જાન્યુઆરી સુધી) દેશમાં કુલ 71.55 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,75,533 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *