પાંચ-પાંચ માનતા બાદ જન્મેલા કપાતર દીકરાએ માં-બાપ સાથે એવું કર્યું કે, બિચારા માતા-પિતાને આવી ફિનાઈલ પીવાની નોબત

દરેક માતા-પિતા પોતાના બાળકો માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. દરેક માં-બાપની ઈચ્છા હોય છે કે, દીકરાઓ મોટા થઈને ખૂબ જ સારો વ્યક્તિ બને અને પરિવારજનોને ખૂબ જ સારી રીતે સાચવે તેમજ પોતાનું નામ ખૂબ જ સારી રીતે રોશન કરે. ત્યારે હાલ એવો એક કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોકી ઉઠશો. માં-બાપે જે દીકરાને પોતાનું સર્વસ્વ સોપી દીધું હોય તે જ દીકરો તેના પરિવારજનો માટે કાળ સમાન સાબિત થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, રીશીકેશભાઈ તેની પત્ની દક્ષાબેન રીમાપુર ગામના રહેવાસી છે. તેમના લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો હતો. પરંતુ તેઓને દીકરો જોઈતો હોવાને કારણે હંમેશા ખૂબ જ દુઃખી રહેતા હતા. દીકરા અને દીકરી બંનેને સમાન સમજવાને બદલે તેઓ દીકરાને વધારે માન્યતા આપતા હતા અને તેમના ઘરે ક્યારે દીકરા નો જન્મ થાય તેની રાહ જોઈને બેઠા હતા. તેઓએ પાંચ જેટલી માનતામાં પણ માની હતી અને ત્યારબાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો.

પાંચ પાંચ માનતા બાદ જન્મેલા દીકરાનું નામ તેઓએ વિજય રાખ્યું હતું. વિજય શરૂઆતમાં તો પરિવારજનો ખૂબ જ લાડકો હતો. પરંતુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેના મનમાં ખૂબ જ અવળા વિચારો આવવા લાગ્યા હતા. તેના લગ્નની ઉંમર થઈ જતા સારી કન્યા શોધીને તેના પિતાએ લગ્ન પણ કરાવી દીધા હતા. તેમ છતાં પણ વિજય કોઈપણ કામ ધંધો કરતો હતો નહીં અને અવળા રવાડે પણ ચડી ગયો હતો. જેને પગલે તેને માં-બાપ ઠપકો પણ આપતા. પરંતુ તે કોઈનું સાંભળતો જ નહોતો.

આ પછી એક દિવસ વિજયે પોતાની પત્નીના સહકારથી તેના માતા પિતાને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મુક્યા હતા. વિજયની પત્ની અવાર-નવાર વિજયને ચડ્યામણી કરતી હતી કે હવે આપણે મા બાપથી જુદા રહેવા માટે જતું રહેવું જોઈએ.. અને વિજય તેની વાતમાં આવી જઈને પોતાના જ મા બાપને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં પરંતુ તેને પહેરેલા કપડાં સિવાય એક પણ રૂપિયો આપ્યો નહીં. બિચારા મા બાપ અડધી જિંદગી એ રખડતી જિંદગી જીવવા માટે મજબુર બની ગયા હતા.

જે દીકરાને પોતાનાથી વધારે પ્રેમ કરેલો એ જ દીકરાએ આવું પગલું ભરતા માતા-પિતાને ખુબ જ આઘાત લાગ્યો હતો.  જેના કારણે એક દિવસ માતા-પિતા બંને ફિનાઈલ પીઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે તેઓ ફિનાઈલ પી લીધી ત્યાર બાદ તેઓ રસ્તા પર અસર પડ્યા મારતા હતા અને ત્યાંથી આસપાસ પસાર થતા કેટલાક વ્યક્તિઓએ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ઋષિકેશભાઈ અને દક્ષાબેન બંનેના મૃત્યુ નીપજ્યા હતા. આટલું જ નહિ, આ સિવાય તેમનો દીકરો બધો નપાવટ સાબિત થયો હતો કે, તેના મા બાપના મૃત્યુ થયા છતાં પણ તે અંતિમ વિધિમાં પણ જોડાયો હતો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *