અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. પંચમહાલ(Panchmahal) જિલ્લાના શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવે(Halol-Shamlaji Highway) માર્ગ પર બપોરના સુમારે એક રાજસ્થાન(Rajasthan) પાર્સિગના સિમેન્ટના ટ્રેલરના ચાલકે બાઈક પર સવાર મહિલા અને પુરુષને અડફેટે લેતાં તેમનું કમકમાટીભર્યુ મોત થયું હતું. અકસ્માતના બનાવ સંદર્ભે ટ્રેલર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. મરણ જનાર બંને દિયર અને ભાભી હોવાની માહિતી મળી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દિયર-ભાભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ:
મળતી માહિતી અનુસાર, ખટકપુર ગામના વણઝારા ફળીયામાં રહેતા પ્રતિકભાઈ વણઝારા બાઈક પર તેમના ભાભી દક્ષાબેન વણઝારાને લઈને પોતાના ઘર તરફ આવતા હતા. તે સમયે સરકારી રેફરલ હોસ્પિટલની સામે પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા રાજસ્થાન પાર્સિગના સિમેન્ટના ટ્રેલરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. તેઓ ટ્રકની નીચે આવી જતા તેમનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી:
જાણવા મળ્યું છે કે, અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ફરાર થઇ ગયો હતો. પણ તેને ટોલનાકા પાસે પકડી પાડવામા આવ્યો હોવાની પણ માહિતી મળી છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ તેમના પરીવારજનોને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.