આપ નેતા Manoj Sorathiya પર થયેલા હુમલા બાદ દિલ્હીના નેતાઓના સુરતમાં ધામા- જાણો કોણ કોણ પહોચ્યું Gujarat

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya) ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મનોજ સોરઠીયા ઉપર હુમલો થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

મોડી રાત્રે મનોજ સોરઠીયા ઉપર થયેલા હુમલા ને ધ્યાનમાં લઇ દિલ્હીથી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠક સુરત મુકામે આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ મનોજ સોરઠીયા ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સીમાડા નાકા ગણપતિ પંડાલ ખાતે ગણપતિ દર્શન અને ઘટના સ્થળને મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સીમાડા નાકાથી કાપોદ્રા પોલીસ સ્ટેશન સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી.

જાણો શું બની હતી સમગ્ર ઘટના?
આમ આદમી પાર્ટી દ્વારા સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હવે આ વખતે પણ ગણેશ ચતુર્થી ને લઈને મંડપનું આયોજન થઈ રહ્યું હતું. આ સમય દરમિયાન કેટલાક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા ડંડાઓ અને લોખંડની પાઇપ વડે હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.

સમગ્ર ઘટનાને લઈને AAP ગુજરાત પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, ભાજપના ગુંડાઓ દ્વારા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમે ગણેશ ઉત્સવ ની તૈયારી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ત્યાં આગળ અમુક ભાજપના લુખ્ખાઓ આવીને કોઈ પણ કારણ વગર જ હુમલો કરવાનું શરૂ કરી દે છે. દરમિયાન અમારા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને માથાના ભાગે પાઇપ નો ફટકો મારતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભાજપના નેતાઓના હાથમાં પોલીસ હોવાને કારણે તેઓને કોઈ પણ કાયદાનો ડર જ રહ્યો નથી. વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *